Western Times News

Gujarati News

વેબ સિરીઝ પંચાયત સિઝન ૨નું ટ્રેલર રિલીઝ કરાયું

પંચાયત સિઝન ૨માં ભરપૂર કોમેડી જાેવા મળશે

પંચાયત સિઝન ૧ કે જેમાં ફુલેરા ગામની પંચાયતમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અભિષેક તલાટી તરીકે આવે છે
મુંબઈ,
વેબ સિરીઝ પંચાયત સિઝન ૨નું ટ્રેલર આવી ગયું છે. જેમાં લીડ રોલમાં જીતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, સીમા બિશ્વાસ અને નીના ગુપ્તા સહિતના શાનદાર કલાકારો જાેવા મળી રહ્યા છે. ઓટીટી પર રિલીઝ થવા જઈ રહેલી વેબ સિરીઝ ‘પંચાયત સિઝન ૨’માં ભરપૂર કોમેડી જાેવા મળશે અને આ વેબ સિરીઝ તારીખ ૨૦ મેના દિવસે રિલીઝ થશે. જુઓ, વેબ સિરીઝ ‘પંચાયત સિઝન ૨’નું ટ્રેલર. પંચાયત સિઝન ૧ કે જેમાં ફુલેરા ગામની પંચાયતમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અભિષેક તલાટી તરીકે આવે છે.

જેમાં તેણે શહેરની જિંદગી તથા પોતે જાેયેલા સપના અને ગ્રામ્ય વહીવટની વાસ્તવિકતાઓ વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો પડે તેની સ્ટોરી પંચાયત સિરીઝના પહેલા ભાગમાં હતી. જીતેન્દ્ર કુમારની સાથે રઘુવીર યાદવ અને નીના ગુપ્તા જેવા નિવડેલા કલાકારો હતા. પંચાયત’માં અભિષેક ત્રિપાઠીનો રોલ કરનાર એક્ટર જીતેન્દ્ર કુમાર આમ તો જાણીતું નામ છે. સિરીઝ કોટા ફેક્ટરી ફેમ જીતેન્દ્ર કુમારને જીતુ ભૈયા બનતા ૮ વર્ષ લાગ્યા. ૮ વર્ષનો સંઘર્ષ હવે જીતુ ભૈયાને લોકો સામે એક અદ્ભુત કલાકાર તરીકે લઈને આવ્યો છે.

કોટામાં ધોરણ ૧૧ અને ૧૨નું ૨ વર્ષનું કોચિંગ કરીને તે IIT ખડગપુર ચાલ્યો ગયો હતો. જીતુને ખડગપુરમાં જ એક્ટિંગમાં રસ જાગ્યો હતો. ૨૦૧૩માં તે TV સાથે જાેડાઇ ગયો અને તેના ટેલેન્ટના કારણે તે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝનો હિસ્સો બન્યો. ‘કોટા ફેક્ટરી’ બાદ તેની પહેલી ફિલ્મ ‘ગોન કેશ’ રિલીઝ થઇ જેમાં શ્વેતા ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હતી. બાદમાં તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ રિલીઝ થઇ. તે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમન બહાર’માં પણ જાેવા મળ્યો હતો.

જીતેન્દ્ર કુમારે ‘પંચાયત’ વૅબ સિરીઝથી પણ ખૂબ નામ કમાયુ, આ સિરીઝની બીજી સિઝન તૈયાર થઇ ગઈ છે, જલ્દી જ રિલીઝ થશે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતુ કે, એન્જીનિયરિંગમાં કોઇએ તેને કહ્યં હતું કે જાે કોઇ વિદ્યાર્થી એક વિષયમાં ફેઈલ થાય અને પ્રોફેસર પાસે જઇને રડે તો તેને પાસ કરી દેવામાં આવે છે માટે તેણે આવું કર્યુ હતું. કારણકે, એન્જીનિયરિંગમાં તે એક વાર ફેલ થઇ ગયો હતો અને પ્રોફેસર પાસે જઇને જાેર જાેરથી રડવા લાગ્યો હતો!sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.