પોશીનાના ફૂટવેર ના વેપારીના ઘરમાંથી ૫૨,૦૦૦ ની મતા ચોરાઈ

પોશિનાના બજારમાં બુટ ચપ્પલ નો વેપાર કરતાં એક વેપારીના ઘરમાંથી ૫૨,૦૦૦ રપીયાની ચોરી થતાં પોશીના પોલીસ સ્ટેશન ફરિયાદ થવા પામેલ છે.
પોશીના પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ ફરિયાદી રોહિતકુમાર ધરમાભાઈ પ્રજાપતિ બજારમાં બુટ ચંપલ નો વેપાર કરે છે તેઓ ગઈ તારીખ ૫-૫-૨૨ ના રોજ રાત્રે તેમના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે કોઈ ચોકીદાર આવીને તેમને કહી ગયેલ કે ચોર આવેલ છે તમે જાગતા રહેજો.
ત્યારે રોહિત કુમાર પ્રજાપતિ તથા તેમના પત્ની જાગી ગયા હતા પણ રાત્રે 03:30 વાગ્યે ફરી ઊંઘી ગયેલ અને સવારે સાત વાગ્યે જાગીને જોયું તો ઘરના પાછળની દીવાલ માં બાકોરું પડેલ હતું. અને ચોરી થયાનું જાણ થયેલ અને તપાસ કરતાં તેમના ઘરમાં તેમના પેન્ટના ખખીસામા કિસ્સામાં મુકેલા રોકડ 32 હજાર રૂપિયા તથા ઓપો કંપનીનો મોબાઇલ તથા કરીયાણા નો સામાન મળી કુલ બાવન હજાર રૂપિયાની મતાની ચોરી થતો રોહિતકુમાર ધરમાભાઈ પ્રજાપતિએ પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.