કેન્દ્રીય ઊર્જા મંત્રીએ કોલસા સંકટ માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા

નવીદિલ્હી, દેશના અનેક રાજ્યોમાં વીજ સંકટ ઘેરાઇ ચૂક્યું છે. દરમિયાન કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહે વિભિન્ન સરકારોને આ મામલાઓને લઇને કઠેરામાં ઉભી કરી દીધી છે.
કેન્દ્રીય ઊર્જા મંત્રીએ કહ્યું કે અમે વિભિન્ન રાજ્યોને અનેક લાખ ટન કોલસાની ફાળવણી કરી છે. પરંતુ તેઓ તેને ઉઠાવી રહ્યા નથી. તો અંતે કોને દોષ આપવામાં આવે. દિલ્હી, પંજાબ અને બિહાર સહિત દેશના ૧૬ રાજ્યો હાલ કોલસા સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે.
કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે. સિંહે રાજસ્થાન સરકારને આડે હાથ લેતા કહ્યું કે રાજસ્થાન જે કોલસા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે તે માટે તે પોતે જવાબદાર છે.
તેમણે કહ્યું કે રાજ્યને કેપ્ટિવ કોલસા ખાણો આપવામાં આવી છે અને ખાણકામમાં અડચણો આવી તો તે તેમની સમસ્યા છે. આર.કે. સિંહે કહ્યું કે ઝારખંડ રાજ્યમાં પણ વીજ સંકટની સમસ્યાને જાતે ઉભી કરી છે. અમારા કોલસા મંત્રીને આ મુદ્દાને નિરાકરણ માટે અનેક વખત ત્યાં જવું પડે છે.
કેન્દ્ર સરકારે ગંભીરતાપૂર્વક વીજ સંકટના નિવારણ માટે જાેતરાયેલી છે. કેટલાક દિવસો પહેલા વીજળીની માંગમાં લગભગ ૨૦ ટકાના વધારાને જાેતા વીજળ મંત્રાલયે તમામ આયાતિત કોલસા વીજ મથકોને પૂરી ક્ષમતા સાથે સંચાલિત કરવાનો આદેશ આપ્યો છે.
ઇમરજન્સી સ્થિતિને જાેતા કેન્દ્રીય વીજ મંત્રાલયે તમામ રાજ્યો અને ખરેલુ કોલસા પર આધારિત તમામ ઉત્પાદન કંપનીઓને સંમિશ્રણ માટે કોલસાની પોતાની આવશ્યકતા અનુસાર ઓછામાં ઓછા ૧૦ ટકા આયાત કરવાનો નિર્દેશ આપ્યો છે.
મંત્રાલયના એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઊર્જાના સંદર્ભમાં વીજળીની માંગમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. ઘરેલુ કોલસાના પુરવઠામાં વધારો થયો છે પરંતુ પુરવઠામાં વધારો વીજળીની વધેલી માંગને પહોંચી વળવા માટે પર્યાપ્ત નથી.HS