મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસ બિલ્ડિંગ પર શંકાસ્પદ રોકેટ પડયું

મોહાલી, મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસ બિલ્ડિંગ પર શંકાસ્પદ રોકેટ પડવાના સમાચાર બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટથી બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે.
મોહાલી કેશ સોહાના સ્થિત ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફિસની બહાર વિસ્ફોટ થયો છે. એસએસપી આઈજી ઘટનાસ્થળે હાજર છે. વિસ્ફોટની ઘટના પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ સોહાનાના ત્રીજા માળે બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતના ત્રીજા માળે રોકેટથી ચાલતો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બ્લાસ્ટ બાદ નજીકની ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા.HS