ચાર વર્ષમાં ડાયાબિટીશના દર્દીની સંખ્યા બમણી થઈ
અમદાવાદ, મોહનથાળથી ઘુઘરા અને ખીરથી જલેબી સુધી, ગુજરાતીઓનો મીઠાઈ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. ગુજરાતીઓના ઘરમાં બનતી દાળને પણ તેમા મીઠાશ માટે નાંખવામાં આવતા ગોળ અને ખાંડના કારણે ‘ગુજરાતી દાળ’ તરીકે ઓળખવામાં આવે છે.
જાે કે, વધારે ગળ્યું ખાવાનો શોખ ગુજરાતના લોકોને ડાયાબિટીસ તરફ દોરી ગયો છે, હાલમાં જાહેર કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. સર્વે ૨૦૧૯થી ૨૦૨૧ની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે, મહિલાઓમાં ઉચ્ચ અને ખૂબ જ ઉચ્ચ રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું (આરબીજી) (૧૪૧ દ્બખ્ત/ઙ્ઘઙ્મથી ઉપર) પ્રમાણ ૧૪.૮ ટકા અને પુરુષોમાં ૧૬.૧ ટકા હતું. તેને સંદર્ભમાં રાખીએ તો, ૨૦૧૫-૨૦૧૬માં (એનએફએચએસ-૪) કરવામાં આવેલા છેલ્લા સર્વેમાં પણ અનુક્રમે આ પ્રમાણ ૫.૮ ટકા અને ૭.૬ ટકા હતું.
આ ડેટા પ્રમાણે, ડાયાબિટીસ ધરાવતી મહિલાઓની સંખ્યામાં આશરે ત્રણ ગણો વધારો થયો છે અને ડાયાબિટીસવાળા પુરુષોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. મુખ્ય રાજ્યોમાં (૩ કરોડથી વધારે વસ્તી ધરાવતા) ગુજરાત રાજ્ય ઉચ્ચ ઇમ્ય્ માટે મહિલાઓ ચોથા અને પુરુષોમાં પાંચમા ક્રમાંકે છે.
દેશભરમાં, ૧૨.૪ ટકા મહિલાઓ અને ૧૪.૪ ટકા પુરુષોમાં ઉચ્ચ ઇમ્ય્ નોંધાયો હતો. કેરળ સૌથી વધુ ૨૧.૪% ડાયાબિટીક મહિલાઓ સાથે આગળ હતું, ત્યારબાદ તમિલનાડુ (૧૮.૬%) અને આંધ્રપ્રદેશ (૧૭.૪%) છે.
પુરુષોની કેટેગરીમાં, ગુજરાત કેરળથી આગળ હતું અને ૨૩.૬% પુરુષો ડાયાબિટીસ ધરાવતા હતા, ત્યારબાદ તમિલનાડુ (૨૦%) અને આંધ્રપ્રદેશમાં (૧૯.૮%) હતા. અમદાવાદના એન્ડોક્રેનોલોજિસ્ટ ડો. તિવેન મારવાહએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં શહેરમાં ડાયાબિટીસ ધરાવતાં લોકોની સંખ્યા ચોક્કસથી વધી છે.
‘ગળ્યું ખાવાની ટેવ સિવાય, ડાયાબિટીસ એ મુખ્યત્વે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર- તમામ જાતિ અને વયજૂથમાં શારિરીક શ્રમમાં ભારે ઘટાડો થયો છે. આ સિવાય તણાવ અને હોર્મોનલ અસંતુલન જેવા પરિબળો પણ જવાબદાર છે. પહેલા મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યામાં પણ વધારો થયો છે’, તેમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સમયસર નિદાન કરવામાં આવે તો તેના કોમ્પ્લિકેશનને ચોક્કસથી ઘટાડી શકાય છે.
રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતીઓમાં હાઈ બ્લડપ્રેશરનું પ્રમાણ પણ વધી રહ્યું છે, સર્વેમાં લગભગ ૨૦.૫ મહિલાઓ અને ૨૦.૩ ટકા પુરુષોએ તેમને હાઈપરટેન્શન હોવાનું કહ્યું હતું. ગત સર્વેમાં, આ આંકડો મહિલાઓમાં ૧૧.૪ ટકા અને પુરુષોમાં ૧૪.૩ ટકા હતો.SSS