પુરુષે પોતાના શરીર પર આગ ચાંપી મહિલાને ઝપેટમાં લીધી

વાપી, વાલોડ તાલુકા પંચાયતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પુરુષે પોતાના શરીર પર આગ ચાંપી હતી અને ત્યાર બાદ તાલુકા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલા કર્મચારીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં પુરુષ અને મહિલા બંનેના મોત નિપજ્યાં છે.
આજે એક પુરુષ વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં પ્રવશ્યો હતો. ત્યાર બાદ આ પુરુષે પહેલા માળે પહોંચીને પોતાના શરીર પર આંગ ચાંપી દીધી હતી. આગ ચાંપ્યા બાદ અચાનક તાલુકા પંચાયત કચેરીમાં નરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ આ કૃત્ય કરનાર પુરુષની હજી સુધી ઓળખ નથી થઈ શકી પરંતુ પ્રાથમિક તપાસમાં આ પુરુષ પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાનો પતિ હોવાનું બહાર આવ્યું છે.આ ઘટનાને લઈ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે.SSS