Western Times News

Gujarati News

ધનકુબેરોની સંપત્તીમાં ૫૧ અબજ ડોલરનો ઘટાડો થયો

પ્રતિકાત્મક

મુંબઈ, અમેરિકન ફેડરલ રીઝર્વે ગત બુધવારે વ્યાજના દરમાં અપેક્ષિત રીતે ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો. આ વ્યાજ દરમાં વૃદ્ધિ સામે મોંઘવારીની લડાઈથી મહામારીમાંથી બહાર આવી રહેલા વૈશ્વિક અર્થતંત્ર ઉપર મંદીના વાદળો ઘેરાશે એવી ચિંતા શેરબજારમાં જાેવા મળી રહી છે.

બીજી તરફ, વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં કડક લોકડાઉન પછી પણ કોરોંના કેસ ઘટી રહ્યા નથી અને અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. વ્યાજનો દર વધવાથી ટેકનોલોજી કંપનીઓનું વળતર ઘટશે અને મૂડી સામે વળતર ઘટશે એવી ચિંતામાં ટેકનોલોજી શેર ઘટી રહ્યા છે. આ વર્ષે નાસ્ડાક ઇન્ડેક્સ ૨૪૭ ટકા ઘટેલો છે અને હજી પણ ઘટશે એવી આગાહીઓ થઇ રહી છે. ભારતમાં પણ ધારણા કરતા મોંઘવારી ઉંચી રહે એવી શક્યતાએ વ્યાજના દરમાં રિઝર્વ

બેંક ઓફ ઇન્ડિયાએ અચાનક જ વધારો કરતા શેરબજારમાં અને અર્થતંત્રમાં ચિંતાઓ જાેવા મળી રહી છે.
શેરબજારમાં ઘટાડાના કારણે વિશ્વના ટોચના ધનકુબેરોની સંપત્તિમાં ૫૧ અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું ફોર્બ્સના રીઅલ ટાઈમ બિલિયોનેર લીસ્ટ ઉપરથી જાણવા મળ્યું છે. આ ઘટાડો માત્ર ટોચના ૧૦ વ્યક્તિઓની યાદીમાં જ છે. આ સિવાય પણ ઘટાડો જાેવા મળ્યો છે.

ટોચના ૫૦ અબજાેપતિઓમાંથી માત્ર છ વ્યક્તિઓની સંપત્તિ જ ગત સપ્તાહ કરતા વધી છે બાકી ૪૪ની સંપત્તિમાં ઘટાડો જાેવા મળ્યો છે આ દર્શાવે છે કે ગત બે વર્ષમાં જે રીતે માત્ર સંપત્તિવાન લોકોની આવકમાં વધારો થયો હતો અને ગરીબ વર્ગ વધારે ગરીબ થયો હતો એમ હવે સંપત્તિસર્જન કરનારા ટોચના લોકોની આવકમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.

ફોર્બ્સની યાદી અનુસાર મંગળવારે ભારતીય સમય અનુસાર સવારે વિશ્વના ટોચના અબજાેપતિઓની સંપત્તિ ૫૧.૨ અબજ ડોલર ઘટી હવે ૧૨૫૩ અબજ ડોલર રહી છે.ભારતીય ચલણ અનુસાર આ ૧૦ વ્યક્તિઓની કુલ સંપત્તિમાં રૂ.૩,૯૫,૨૬૪ કરોડનો જંગી ઘટાડો નોંધાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.