સાબરકાંઠા-અરવલ્લીમાં ભંગાર માર્ગોની ચોમાસા પૂર્વે મરામત કરવા માંગ

પ્રતિકાત્મક
ભંગાર માર્ગો ચોમાસામાં જાેખમ વધારશે
સાબરકાંઠા, સાબરકાંઠાઅરવલ્લી જીલ્લામાં ચોમાસુ નજીક આવતાં જ સરકારી તંત્રએ એકશન પ્લાન ઓન્લી કાગળ ઉપર જ અમલી બનાવ્યો હોય તેમ કેટલીય ક્ષતીઓ જાેવા મળી રહી છે. જયારે માર્ગ અને મકાન વિભાગની હજુ ઉંઘ ઉડી ન હોય તેમ ભંગાર રસ્તાઓ જૈસેથે હાલતમાં રહેતાં આગામી ચોમાસા દરમ્યાન ભંગાર માર્ગો અત્યંત જાેખમી પુરવાર થાય તેમ છે.
ત્યારે તંત્ર ઝડપથી રસ્તાના મરામતના કામો શરૂ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. ચોમાસુ નજીક આવતાં જસરકારી તંત્રના તમામ વિભાગોને સાબદા બનાવી દઈ એકશન પ્લાન અમલી બનાવી દેવાયો છે.
વરસાદ જીલ્લામાં દર વર્ષે એકશન પ્લાન અમલમાં હોય ત્યારે જ ચોમાસાનો વરસાદ તમામ પ્લાનની પોલ ખોલી નાખતો હોય છે. જીલ્લામાં ચોમાસા દરમ્યાન ગામડાઓનો સંપર્ક જળવાયેલો રહે અને કપરી પરીસ્થિતીમાં એમ્બ્યુલન્સ વાન સહીત અન્ય વાહનો મદદે પહોચી શકે તે માટે રસ્તાઓ મહત્વના સાબીત થતા હોય છે.
પરંતુ માર્ગ અને મકાન વિભાગ આ બાબતથી બેખબર હોય તેમ એકશન પલાનની અમલવારી પછી પણ જીલ્લાના અનેક ભંગાર માર્ગો ઉપર મરામતની કામગીરી હાથ ધરાઈ ન હોવાથી વરસાદી પાણીમાં ભંગાર માર્ગો અત્યંત જાેખમી બની શકે તેમ છે. જીલ્લામાં માર્ગોની કાયા પલટ માટે દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફળવાય છે.
અને મરામત માટે અલગથી ગ્રાન્ટ ફળવાતી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની હલત દયનીય જાેવા મળી રહી છે. જીલ્લામાં માર્ગોની સુધારણા હેઠળ આવતી ગ્રાન્ટોનું મોટા પાયે સેટીગ થઈ જતું હોય અને ભંગાર રસ્તા માત્ર કાગળ પર જ મરામત થતા હોય તેમ ગ્રામ્ય વિસ્તારોના રસ્તા આજે પણ ખખડધજ અવસ્થામાં સબડી રહયા છે.
જયારે ચોમાસા દરમ્યાન ભંગારમાં પરીવર્તીત થયેલા રસ્તાઓનું અસ્તિત્વ પણ ભુંસાઈ જાય તેવી સ્થિતી જાેવા મળી રહી છે.ત્યારે તંત્ર આળસ ખંખેરી ચોમાસા પૂર્વે રસ્તાની મરામતના કામો હાથ ધરાવે તેવી માંગ કેટલાક વિસ્તારોમાંથી ઉઠવા પામી છે.