શાર્પ શૂટરને ભગાડવાના કાવતરામાં વધુ ત્રણ વ્યક્તિની ધરપકડ
અત્યાર સુધી એક PSI સહિત આઠ વ્યક્તિઓની કરાઈ ધરપકડ
વડોદરા, શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણીને વડોદરાની હોટલમાં ભગાડવાના કાવતરામાં સંડોવાયેલા વધુ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગઇકાલે એન્થોની બહેન તથા પત્નીની પોલીસે ધરપકડ કરી હતી. Three more people arrested in conspiracy to flush out sharp shooter
અગાઉ છોટાઉદેપુર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા એક પીએસઆઈ અને હોટલ પૂજાના બે કર્મચારીઓ મળી કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આમ અત્યાર સુધી ધરપકડનો આંક આઠ પર પહોંચ્યો હતો.
ગેંગસ્ટર મુકેશ હજરાણીની હત્યા સહિત ૨૭ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો અને અગાઉ એક વખત પોલીસ જાપ્તામાંથી ભાગી ચૂકેલો અનિલ ઉર્ફે એન્થોની ગત તારીખ ૫મીના રોજ વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી હોટલ પૂજા ખાતેથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવમાં પોલીસે આઠ વ્યક્તિઓની સામે ગુનો દાખલ કર્યાે હતો. પોલીસે અગાઉ પી.એસ.આઈ. જે.પી.ડામોર અને પૂજા હોટલના મેનેજર સુનીલ પુજાભાઈ પરમાર અને રૂમ બોય મનીષ દિનેશભાઈ મેકવાનની ધરપકડ કરી હતી. ગઈકાલે એન્થોનીની પત્ની સુમન તથા બહેન જયશ્રીની પણ ધરપકડ કરી હતી.
જ્યારે પોલીસે અજય રામચંદ્ર ગાયકવાડા, મેહુલ ભરતભાઈ ચાવડા તથા કશ્યપ રણજીતભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા અજય રામચંદ્ર ગાયકવાડ, કશ્યપ રણજીત સોલંકી અને મેહુલ ભરત ચૌહાણ હોટલમાં એન્થોની માટે બિરીયાની લઈ આવ્યા હતા. તેઓ ત્રણેય સાથે બેસીને જમ્યા હતા. અત્યાર સુધીમાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ અન્યની પણ ધરપકડ કરવામાં આવશે.