ગુજરાતીઓના ફરવાના ફેવરિટ સ્થળ પોળોના જંગલોમાં આગ પ્રસરી
અમદાવાદ, પાછલા થોડાક સમયમાં ગુજરાતીઓ માટે હરવા ફરવા માટે એક નવી જગ્યા લોકપ્રિય બની છે, તે છે ઉત્તર ગુજરાતમાં આવેલા પોળોના જંગલ. ટ્રેકિંગ માટે અથવા તો કુદરતના ખોળે સમય પસાર કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં જવાનું પસંદ કરતા હોય છે.
મંગળવારે બપોરના સમયે અજાણ્યા કારણસોર અહીં આગ લાગી હતી. ધીરે ધીરે આગ જંગલમાં પ્રસરી ગઈ હતી અને તેમાં પશુ પક્ષીઓના મૃત્યુ થયા હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક તંત્ર આ ઘટનાથી અજાણ હોવાની જાણકારી મળી છે.
વિગતવાર વાત કરીએ તો, મોડાસા તાલુકાના સરડોઈ નજીક આવેલા ચામુંડા ટેકરી વિસ્તારમાં ભીષણ આગ લાગવાને કારણે વનરાજી બળીને રાખ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં તેમજ પાનખર ઋતુમાં સામાન્યપણે જંગલોમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે.
મંગળવારે બપોરે એકાએક પોળો ફોરેસ્ટના કેટલાક વિસ્તારમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જંગલ ખાતાના અધિકારીઓને પણ ખબર નથી, પરંતુ સ્થાનિક પ્રવાસીઓ તેમજ સ્થાનિકોએ આ વાતની પૃષ્ટિ કરી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ ધીરે ધીરે ડુંગર તરફ પ્રસરી રહી છે. નોંધનીય છે કે, માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતના લોકો પોળોના જંગલોની મુલાકાત લેતા હોય છે. અહીં પ્લાસ્ટિકના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉનાળાની ઋતુમાં સૂકા ઝાડમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પોળોના જંગલ સિવાય મોડાસા તાલુકાના સરડોઈ નજીક આવેલી ચામુંડા ટેકરી વિસ્તારમાં પણ ભીષણ આગની ઘટના બની છે. સ્થાનિકો આગ રોકવાનો પ્રયત્ન કરે તે પહેલા જ તેણે વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધુ હતું.
જાેતજાેતામાં આગ આગળ પ્રસરી ગઈ હતી અને લાખો રુપિયાની વનરાજી રાખ થઈ ગઈ હતી. સ્થાનિક સાહસી યુવકોએ પોતાના જીવના જાેખમે કાચબા જેવા પ્રાણીઓને બચાવી લીધા હતા. આગની ઘટના અંગે સરપંચ દ્વારા વન વિભાગ અને ડિઝાસ્ટર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ટેકરી વિસ્તાર હોવાને કારણે ટેન્કર પહોંચવા પણ મુશ્કેલ હતા, જેથી વન વિભાગના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.SSS