અસહ્ય ગરમીને કારણે AC અને ઇન્વર્ટર્સ માટેની માંગમાં 62 ટકાનો વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/ac.jpg)
ટિઅર-2 શહેરોમાં એસી માટેની માગમાં 77 ટકાનો અને ઇન્વર્ટર્સ માટેની માગમાં 146 ટકાનો વધારો થયો- સૌથી વધુ સર્ચ થયેલી એસી બ્રાન્ડ ટિઅર-1 શહેરોમાં ડાઇકિન, તો ટિઅર-2માં વોલ્ટાસ છે
ઉનાળાની વહેલી શરૂઆતને કારણે ભારતમાં એસી અને ઇન્વર્ટર્સ માટેની માગમાં 62 ટકાનો વધારો કર્યોઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનું લેટેસ્ટ તારણ
– ટિઅર-1 શહેરોમાં એસી માટેની માગમાં 36 ટકા પ્રદાન સંયુક્તપણે મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદે કર્યું હતું
મુંબઈ, ઉનાળાની વહેલી શરૂઆત અને તીવ્ર ગરમીનું મોજું – આ બંને પરિબળોએ સમગ્ર દેશમાં એસી અને ઇન્વર્ટર માટેની માગને વેગ આપ્યો છે અને ભારતની ટિઅર-2 શહેરો અને નગરોમાંથી 62 ટકામાં ટિઅર-1ની સરખામણીમાં માગમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે એવું તારણ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના લેટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યું છે.
જ્યારે એપ્રિલ, 2022માં એસી અને કન્વર્ટર્સ માટેની કુલ સર્ચમાં 62 ટકા (વાર્ષિક ધોરણે)નો વધારો થયો હતો, ત્યારે જસ્ટડાયલ પર મહિના દરમિયાન ઇન્વર્ટર્સની સરખામણીમાં એસી માટેની માગમાં 3 ગણો વધારો થયો હતો.
વળી જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ, 2021ની સરખામણીમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ, 2022ના ત્રિમાસિક ગાળામાં એસી અને ઇન્વર્ટર માટેની માગમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન એસી સર્વિસ કરવા માટેની માગમાં પણ 18 ટકા (વાર્ષિક ધોરણે)નો વધારો જોવા મળ્યો છે.
આ ટ્રેન્ડ પર જસ્ટડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “આપણી નિકટની ઇકોમર્સ ઇકોસિસ્ટમ માટે માગમાં વધારો સારો રહ્યો છે. આ ઇકોસિસ્ટમ માટે જસ્ટડાયલ છે અને સક્ષમ બની છે.
અમે સ્થાનિક દુકાનો અને આસપાસના સ્ટોર્સ વધુને વધુ પ્રમાણમાં નવા ગ્રાહકો અને આવક મેળવવા ડિજટિલ માધ્યમ અપનાવી રહ્યાં હોવાનું જોઈ રહ્યાં છીએ. અમે પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના તમામ ડિલર્સને એગ્રીગેટ કરવાનો, અમારા ગ્રાહકોને સુમાહિતગાર પસંદગી કરવા અને બેસ્ટ ડિલ મેળવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.”
સમગ્ર ભારતમાં એસી માટેની માગમાં 53 ટકા અને ઇન્વર્ટર્સ માટેની માગમાં 101 ટકાનો તથા એસી સર્વિસીસ માટેની માગમાં 54 ટકા સુધીનો વધારો થયો હતો. દેશમાં સૌથી વધુ માગ ધરાવતી ટોપ-10 એસી બ્રાન્ડ હતી – વોલ્ટાસ, ડાઇકિન, બ્લૂ સ્ટાર, ઓ જનરલ, મિત્સુબિશી ઇલેક્ટ્રિક, હિટાચી, એલજી અને લોઇડ. ઇન્વર્ટર્સ વચ્ચે જસ્ટડાયલ પર સૌથી વધુ સર્ચ થયેલી ટોપ 10 બ્રાનડ્ હતી – લ્યુમિનિયસ, માઇક્રોટેક, વી ગાર્ડ, સુ-કેમ, જેનસ, એક્સાઇડ, એમરોન, યુટીએલ, એપીસી અને સ્માર્ટન.
ટિઅર-1 શહેરોમાં એપ્રિલ, 2022ના મહિનામાં એસી માટેની માગમાં 30 ટકા સુધીનો વધારો થયો હતો, જેમાં દિલ્હીએ કુલ સર્ચમાં 46 ટકા સર્ચ જનરેટ કરીને અગ્રણી સ્થાન મેળવ્યું હતું, તો મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદે સંયુક્તપણે 36 ટકા પ્રદાન કર્યું હતું.
ટિઅર-2 શહેરો અને નગરોમાં એસી માટેની સર્ચ એપ્રિલ, 2022 દરમિયાન 77 ટકા (વાર્ષિક ધોરણે) વધી હતી અને જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન 23 ટકા (વાર્ષિક ધોરણે) વધી હતી. એસી માટે મહત્તમ માગ ધરાવતા ટોચના ટિઅર-2 શહેરો અને નગરો હતા –
જયપુર, ચંદીગઢ, લખનૌ, સુરત, લુધિયાણા, કાનપુર, વડોદરા, ઇન્દોર, રાજકોટ અને વિજયવાડા. જ્યારે ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ સર્ચ થયેલી બ્રાન્ડ વોલ્ટાસ હતી, ત્યારે ટિઅર-1 શહેરોમાં 30 ટકા વધારે સર્ચ સાથે વોલ્ટાસથી આગળ ડાઇકિન બ્રાન્ડ જળવાઈ રહી હતી.
ઇન્વર્ટર્સ માટે ટિઅર-1 શહેરોમાં માગમાં એપ્રિલમાં 19 ટકાનો વધારો થયો હતો, પણ રાષ્ટ્રીય વીજ કટોકટી વચ્ચે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ, 2022 ત્રિમાસિક ગાળામાં સ્થિર જળવાઈ રહી હતી. જ્યારે ટિઅર-1 શહેરો વચ્ચે દિલ્હીએ મહત્તમ માગ જનરેટ કરી હતી અને કુલ સર્ચમાં આશરે 28 ટકા પ્રદાન કર્યું હતું,
ત્યારે ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને પૂણેએ સર્ચમાં 55 ટકા પ્રદાન કર્યું હતું. ટિઅર-2 શહેરોમાં ઇન્વર્ટર્સ માટેની માગમાં 146 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેમાં મહત્તમ સર્ચ જયપુર, ચંદીગઢ, લખનૌ, સુરત, લુધિયાણા, કાનપુર, વડોદરા, ઇન્દોર, રાજકોટ અને વિજયવાડા શહેરોમાંથી મળી હતી.
ટિઅર-1 શહેરોમાં એસી સર્વિસ માટેની માગ એપ્રિલ, 2022 દરમિયાન 53 ટકા અને જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ, 2022 દરમિયાન 11 ટકા વધી હતી. ટિઅર-1 શહેરોમાં એસી સર્વિસ માટેની માગમાં દિલ્હી અને હૈદરાબાદે લગભગ 46 ટકા પ્રદાન કર્યું હતું તથા ત્યારબાદ મુંબઈએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ટિઅર-2 શહેરો અને નગરોમાં એપ્રિલ, 2022માં માગમાં 61 ટકાનો અને જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં 28 ટકાનો વધારો થયો હતો. મહત્તમ માગ ધરાવતા ટોપ-10 ટિઅર-2 શહેરો હતા – જયપુર, ચંદીગઢ, લખનૌ, સુરત, લુધિયાણા, કાનપુર, વડોદરા, ઇન્દોર, રાજકોટ અને વિજયવાડા.