Western Times News

Gujarati News

આવી ગયું મૃગતૃષ્ણાનું ટ્રેલર, ખુલ્લી આંખે સપના જોતાં બાળકોની છે વાર્તા

મુંબઈ, ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણાનું ટ્રેલર આવી ગયું છે. ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી ડિરેક્ટેડ આ ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણામાં ખુલ્લી આંખે સપનાં જાેતાં બાળકોની વાર્તા છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ મૃગતૃષ્ણામાં નદીની પેલે પાર જવા માગતા બાળકોની વાર્તા છે.

બાળકોમાં હંમેશાં નવી વાત જાણવા માટેનો ઉત્સાહ હોય છે અને મૃગતૃષ્ણામાં પણ બાળકોને નદીની પેલે પાર આખરે શું છે તે જાણવાની ઈચ્છા જાેવા મળી રહી છે. મૃગતૃષ્ણામાં એક્ટર જયેશ મોરે, વિશાલ શાહ, રાગી જાની, હેપ્પી ભાવસાર, ભરત ઠક્કર, શર્વરી જાેષી, પૌરવી જાેષી સહિતના કલાકારો છે. મૃગતૃષ્ણાના કથા, પટકથા લેખક ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી છે કે જેમણે આ ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે.

જ્યારે સંવાદ અંકિત ગોર, ગૌરાંગ આનંદ અને ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ લખ્યા છે. મૃગતૃષ્ણામાં મ્યુઝિક નિશિથ મહેતાએ આપ્યું છે જ્યારે ગીતો અંકિત ગોર અને ગૌરાંગ આનંદે લખ્યા છે. ‘મૃગતૃષ્ણા’ના આર્ટ ડિરેક્ટર જય શિહોરા છે.

‘મૃગતૃષ્ણા’નું શૂટિંગ છોટા ઉદેપુર, પોળોના જંગલો, નર્મદા નદીના કિનારે તેમજ વરસોડાની હવેલી જેવી ગુજરાતના જાણીતા સ્થળોએ થયું છે. થોડા દિવસો પહેલા ‘મૃગતૃષ્ણા’ના ડિરેક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ અમારા સહયોગી ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં હમણાં જ ફિલ્મ ‘કેરી’નું શૂટિંગ પૂરું કર્યું છે.

‘કેરી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મજા આવી હતી. મારી અગાઉની ૩ ફિલ્મ (‘મૃગતૃષ્ણા’ સહિત) કરતા ‘કેરી’ એકદમ અલગ ફિલ્મ છે. આ ફિલ્મમાં મેં બોલિવૂડ એક્ટર રોહિત, દેવકી, અદિતિબહેન સહિતના કલાકારો સાથે કામ કર્યું છે. જ્યારે અમદાવાદમાં ૪૩ ડિગ્રી તાપમાન હતું ત્યારે કેરીનું શૂટિંગ કર્યું હતું. તેમણે વધુ વાત કરતા જણાવ્યું હતું કે ‘કેરી’નું શૂટિંગ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં કરાયું છે.

‘કેરી’ ફિલ્મમાં માતા અને દીકરી વચ્ચેના મજબૂત સંબંધની વાર્તા છે. ‘કેરી’ની કથા અને પટકથા ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ લખ્યા છે જ્યારે સંવાદ અંકિત ગોરે લખ્યા છે. ‘કેરી’માં જાણીતો બોલિવૂડ એક્ટર રોહિત, આરજે દેવકી, અદિતિ દેસાઈ, અનંગ દેસાઈ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.