આંધ્રના શ્રીકાકુલમના સમુદ્રમાં ગોલ્ડન કલરનો રથ જોવા મળ્યો
નવી દિલ્હી, ચક્રવાત અસાની વચ્ચે સમુદ્રમાંથી અચાનક એક એવી વસ્તુ મળી આવી છે, કે જેને જાેઇને લોકોમા કુતૂહલ સર્જાયુ છે. આસાની વચ્ચે સમુદ્રમાંથી ‘ગોલ્ડન રથ’ નીકળી આવ્યો છે,જેને જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ચક્રવાતી વાવાઝોડુ અસાનીની અસર વચ્ચે મંગળવારે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી સી હાર્બર ખાતે એક રહસ્યમય ગોલ્ડન કલરનો રથ જાેવા મળ્યો હતો.
સમુદ્રમાંથી નીકળેલા ગોલ્ડન કલરના રથને જ્યારે પાણીમાંથી બહાર કાઢવામા આવી રહ્યું હતુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને લઇને નૌપાડાના સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, આ ઘટનાની જાણ ગુપ્તચર વિભાગને કરવામાં આવી છે. “તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ગુપ્તચર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે,”
ગંભીર ચક્રવાત ‘આસાની’ બુધવારે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનીને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું અને તેની અસર રાજ્યના નરસાપુરમાં ૩૪ કિમી સુધી દેખાઈ હતી. આ દરમિયાન ૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અસાની ચક્રવાત ગુરુવાર સુધીમાં દરિયાકાંઠેથી દૂર ખસી જશે અને નબળું પડી જશે. ભારતીય હવામાન વિભાગએ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું હતું કે, “તે આગામી થોડા કલાકોમાં ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. અસાની વાવાઝોડુ ધીમે ધીમે નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યુ છે.SSS