સાબરકાંઠાના વડાલીમાં જૈન સાધ્વીજીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન:જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી

સાધ્વીજીનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં વાજતે-ગાજતે અંતિમ ધામ સુધી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
વડાલી:- ઈડર થી વડાલી તરફ સોમવારે વિહાર કરી ને જૈન સાધ્વીજી તેમજ અન્ય લોકો આવી રહ્યા હતા.તે દરમિયાન જેતપુર પાટિયા પાસે સાધ્વીજી ને અકસ્માત નડ્યો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સાધ્વીજી અને અન્ય એક શ્રાવિકા ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બન્ને નું દુઃખદ અવસાન થયું હતું ત્યારે આ દુઃખદ સમાચાર મળતા જ જૈન સમાજ ના ભક્તો પર આભ તૂટી પડ્યું હતું.
પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિમાલાશ્રીજી મહારાજ સાહેબ ના પાર્થિવ દેહ ને વડાલી શહેરના વટપલ્લી તીર્થ ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત શહેરના જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેમાં જૈન સમાજ ના ભક્તો ભાવુક બન્યા હતા ત્યારે વટપલ્લી તીર્થ થી વાજતે-ગાજતે હાઈવે રોડ થઈ ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી.
જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે આ પાલખી યાત્રા શહેરના ચામુંડા માતાજી મંદિર પાસે આવેલા સાધુ-સાધ્વીજી ના અંતિમ ધામ ખાતે પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના ભક્તો ની ઉપસ્થિતમાં પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિમાલાશ્રીજી મહારાજ સાહેબ ની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે જૈન સમાજ ના ભક્તો ભાવુક થયા હતા.