Western Times News

Gujarati News

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવાના અભિયાનને ૧૩ જૂન સુધી લંબાવ્યું

નવીદિલ્હી, દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આગામી એક મહિના માટે એટલે કે ૧૩ મેથી ૧૩ જૂન સુધી એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેન લંબાવવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં સમર એક્શન પ્લાન હેઠળ શરૂ કરાયેલ એન્ટી ઓપન બર્નિંગ અભિયાનના પ્રથમ તબક્કા (૧૨ એપ્રિલથી ૧૨ મે)નો અહેવાલ પણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત ૫૨૪૧ સ્થળોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ ૨૩ લોકો અને સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી અને ૬ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે સમર એક્શન પ્લાન હેઠળ શરૂ કરવામાં આવેલા એન્ટિ-ઓપન બર્નિંગ અભિયાનના પ્રથમ તબક્કાનો ગુરુવાર છેલ્લો દિવસ હતો.

દિલ્હીમાં ખુલ્લામાં સળગાવવાના મામલાઓને ધ્યાનમાં રાખીને ૧૩ મેથી ૧૩ જૂન સુધી ખુલ્લામાં સળગાવવાની ઝુંબેશ લંબાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

અહેવાલ મુજબ, છેલ્લા એક મહિનામાં લગભગ ૫૨૪૧ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ ૪૪૨ લેન્ડફિલ સાઇટ્‌સનું નિરીક્ષણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે ૨૩ લોકો અને સંસ્થાઓને નોટિસ/ચલણ જારી કરવામાં આવ્યા છે અને ૬ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, એન્ટી-ઓપન બર્નિંગ કેમ્પેઈન અંતર્ગત દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ ૧૦ વિભાગોની ૫૦૦ ટીમોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે દિલ્હીમાં ૨૪ કલાક ખુલ્લામાં સળગાવવાની ઘટનાઓ પર નજર રાખવા અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લઈ રહી છે. જેનો અહેવાલ પણ સમયાંતરે પર્યાવરણ વિભાગને જારી કરવામાં આવ્યો છે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે ગ્રીન દિલ્હી એપએ પણ એન્ટી ઓપન બર્નિંગ સંબંધિત ફરિયાદોના નિવારણમાં ઘણું યોગદાન આપ્યું છે. આ એપ દ્વારા ૩૭૪ ફરિયાદોમાંથી ૩૪૭ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આ અભિયાન દ્વારા અત્યાર સુધી સરકાર દિલ્હીમાં ખુલ્લામાં સળગાવવાના મામલાઓને અંકુશમાં લેવામાં અને કડક કાર્યવાહી કરવામાં સફળ રહી છે. ભવિષ્યમાં પણ આ અભિયાન દિલ્હીના પર્યાવરણ સુધારણા અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.