Western Times News

Gujarati News

ઇથોસનો IPO 18મી મેના રોજ ખુલશે, પ્રતિ ઇક્વિટી શેર રૂ. 836 થી રૂ. 878નો પ્રાઇસ બેન્ડ

·         પ્રતિ (“ઇક્વિટી શેર”) રૂ.10ની ફેસ વેલ્યૂ ધરાવતાં દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ.836 – રૂ.878

·         બીડ/ઑફર ખુલવાની તારીખ – બુધવાર, 18 મે, 2022 અને બીડ/ઑફર બંધ થવાની તારીખ – શુક્રવાર, 20 મે, 2022.

અમદાવાદ, ચંદિગઢ સ્થિત ઇથોસ લિમિટેડે (“કંપની”/”ઇથોસ”) તેના પ્રથમ જાહેર ભરણાં માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.836 થી રૂ.878 પર તેનો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કર્યો છે. કંપનીનું ઇનિશિયલ પબ્લિક ઓફર (“IPO” અથવા “ઑફર”) સબસ્ક્રિપ્શન માટે બુધવારે 18 મે, 2022ના રોજ ખુલશે અને શુક્રવારે 20 મે, 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર અને ત્યારબાદ 17 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.

IPOમાં એકંદરે કુલ રૂ.37,500 લાખના ઇક્વિટી શેરોના નવા ઇસ્યુ અને 1,108,037 ઇક્વિટી શેર સુધી વેચાણ દરખાસ્ત (OFS)નો સમાવેશ થાય છે.

ઇથોસ ભારતમાં પ્રિમિયમ અને લક્ઝરી વૉચનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને રિટેલમાં ઓમેગા, IWS શેફોસેન, જેઇગર લી કોલ્ટ્રે, પાનેરાઇ, બલ્ગારી, એચ. મોઝર એન્ડ સીઇ, રાડો, લોન્ગિન્સ, બાઉમે એન્ડ મેર્સિયર, ઓરિસ SA, કોરમ, કાર્લ એફ બુચેરેર, ટિસ્સોટ, રેમન્ડ વેઇલ, લૂઇસ મોઇનેટ અને બેલમેઇન જેવી રિટેલ 50 પ્રિમિયમ અને લક્ઝરી વૉચ બ્રાન્ડ ધરાવે છે. તે ભારતમાં લક્ઝરી વૉચ રિટેલ ક્ષેત્રમાં 20% અને પ્રિમિયમ અને લક્ઝરી વૉચ રિટેલ ક્ષેત્રમાં 13% જેટલો મજબૂત બજાર હિસ્સો ધરાવે છે.

“ઇથોસ” બ્રાન્ડના નામ હેઠળ તેણે વૉચ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અનુભવના આધારે પ્રમોટર KDDL લિમિટેડ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદિગઢમાં જાન્યુઆરી 2003માં તેનો પ્રથમ લક્ઝરી રિટેલ વૉચનો સ્ટોર ખોલ્યો હતો. તેણે ગ્લોબલ વૉચ બ્રાન્ડ્સ સાથે મજબૂત સંબંધો પ્રસ્થાપિત કર્યા છે અને તેના વ્યવસાયને વધારે મજબૂત બનાવી રહ્યું છે.

પ્રિમિયમ અને લક્ઝરી વૉચ રિટેલ ઉપરાંત તેણે નાણાકીય વર્ષ 2019થી પહેલેથી માલિકી ધરાવતી પ્રમાણિત લક્ઝરી વૉચની રિટેલની કામગીરી પણ હાથ ધરી છે. તે મલ્ટી સ્ટોર ફોર્મેટમાં ભારતમાં 17 શહેરોમાં 50 જેટલા રિટેલ સ્ટોર ધરાવે છે અને તેના વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે તેના ગ્રાહકોને વૈવિધ્યપૂર્ણ માધ્યમોનો અનુભવ પૂરો પાડે છે.

પોતાના વૈવિધ્યપૂર્ણ માધ્યમોના અભિગમ પોતાની વેબસાઇટ મારફતે ગ્રાહકોને અનુભવ, વિષયસામગ્રી, વિશિષ્ટ સેવા, પહોંચ અને સુગમતા પૂરી પાડવા તેના પ્રયાસો ઉપર આધારિત છે, જે ઉપલબ્ધ કરાવવામાં આવતી બ્રાન્ડ અને વૉચની સંખ્યાના સંદર્ભમાં પ્રિમિયમ અને લક્ઝરી વૉચ માટે ભારતની સૌથી વિશાળ વેબસાઇટ છે.

કંપનીની નાણાકીય વર્ષ 2021 માટે કામગીરીમાંથી પ્રાપ્ત થયેલી આવક રૂ.38,657.07 લાખ છે, જ્યારે તેનો આ જ સમયગાળા માટે વર્ષ માટે પુનઃનિર્ધારિત નફો રૂ.578.53 લાખ હતો. ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થતા નવ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ.41,859.31 લાખ હતી અને આ જ સમયગાળા માટે પુનઃનિર્ધારિત નફો રૂ.1,598.78 લાખ હતો.

પ્રાઇસ બેન્ડમાં કોઇ ફેરફારના કિસ્સામાં, પ્રાઇસ બેન્ડમાં આવા ફેરફાર બાદ બીડ/ઑફર સમયગાળો ઓછામાં ઓછા વધારાના ત્રણ કામકાજના દિવસો માટે લંબાવવામાં આવશે. જોકે બીડ/ઑફર સમયગાળો કામકાજના 10 દિવસ કરતાં વધારવામાં આવશે નહીં.

કોઇ અનિવાર્ય સંજોગો, બેન્કની હડતાળ અથવા આવા પ્રકારના સંજોગોના કિસ્સાઓમાં અમારી કંપની BRLM સાથે પરામર્શમાં લેખિતમાં નોંધવામાં આવેલા કારણોસર બીડ/ઑફરનો સમયગાળો ઓછામાં ઓછા કામકાજના ત્રણ દિવસો માટે લંબાવી શકે છે. જોકે બીડ/ઑફરનો સમયગાળો કામકાજના 10 દિવસ કરતાં વધશે નહીં.

પ્રાઇસ બેન્ડમાં કોઇ ફેરફાર અને બીડ/ઑફરના ફેરફાર થયેલા સમયગાળો, જો લાગુ પડતું હશે તેવા પ્રસંગે જાહેર નોટિસ બહાર પાડીને સ્ટોક એક્સચેન્જના જાહેરનામા થકી અને બૂક રનિંગ લીડ મેનેજરની સંબંધિત વેબસાઇટ ઉપર ફેરફાર દર્શાવીને અને સિન્ડિકેટ સભ્યોના ટર્મિનલ પર અને લાગુ પડતું હશે ત્યારે નિર્ધારિત મધ્યસ્થી અને પ્રાયોજક બેન્કોને જાણકારી દ્વારા તેની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ ઑફર SEBI ICDR નિયમનોના નિયમન નં.31ની સાથે વાંચતા સુધારો કરેલા સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ (“SCRR”), 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં છે. આ ઑફર SEBI ICDR નિયમનોના નિયમન નં. 6(1)ના અનુસંધાનમાં બૂક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ કરવામાં આવી રહ્યો છે,

જેમાં લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદકર્તાઓને (“QIB”, અને આવો હિસ્સો “QIB હિસ્સો”) પ્રમાણસર ધોરણે ઑફરના 50% કરતાં વધારે ઇક્વિટી શેર ઑફર ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. અમારી કંપની અને વેચાણ કરી રહેલા શેરધારકો BRLM સાથે પરામર્શમાં SEBI ICDR નિયમનો સાથે સુસંગત રહીને પોતાની વિવેકબુદ્ધિના આધારે એન્કર રોકાણકારોને QIB હિસ્સાના 60% સુધી ફાળવણી કરી શકે છે,

જેમાંથી એન્કર રોકાણકાર ફાળવણી કિંમતે એથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી પ્રાપ્ત થઇ રહેલી માન્ય બીડને આધીન તેમાંથી માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી માટે ઓછામાં ઓછો એક-તૃતિયાંશ હિસ્સો ઉપલબ્ધ બનશે. અન્ડર-સબસ્ક્રિપ્શન અથવા એન્કર રોકાણકારોના હિસ્સામાં ફાળવણી નહીં કરવાના કિસ્સામાં, બાકી રહેલા ઇક્વિટી શેર કુલ QIB હિસ્સામાં ઉમેરી દેવામાં આવશે.

વધુમાં, કુલ QIB હિસ્સાના 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ બનશે અને બાકી બચેલો કુલ QIB હિસ્સો ઓફર પ્રાઇસ પર અથવા તેથી વધુ કિંમતે પ્રાપ્ત થઇ રહેલી માન્ય બીડને આધીન મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ QIB બીડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ બનશે.

વધુમાં, ઑફર કિંમતે અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થઇ રહેલી માન્ય બીડને આધીન SEBI ICDR નિયમનો સાથે સુસંગત રહીને બિન-સંસ્થાકીય બીડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઑફરના 15% કરતાં ઓછા ન હોય અને રિટેલ વ્યક્તિગત બીડર્સ (“RIB”)ને ફાળવણી માટે ઑફરના 35% કરતાં ઓછા ન હોય તેટલા શેર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બિન-સંસ્થાકીય હિસ્સા અંતર્ગત બિન-સંસ્થાકીય બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ ઇક્વિટી શેર નીચેની બાબતોને આધીન રહેશેઃ (i) બિન-સંસ્થાકીય બીડર્સને ઉપલબ્ધ એક-તૃતિયાંશ હિસ્સો રૂ.2.00 લાખથી વધારે અને રૂ.10.00 લાખ સુધી અરજી કદ ધરાવતાં અરજદારો માટે અનામત રહેશે

અને (ii) બિન-સંસ્થાકીય બીડર્સને ઉપલબ્ધ હિસ્સાનો બે-તૃતિયાંશ હિસ્સો રૂ.10 લાખથી વધારે અરજી કદ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે. જોકે જોગવાઇ એવી કરવામાં આવે છે કે ઉપરોક્ત ઉલ્લેખ કરાયેલી પેટા શ્રેણીઓમાંથી સબસ્ક્રાઇબ નહીં થયેલો હિસ્સો બિન-સંસ્થાકીય બીડર્સની અન્ય પેટા-શ્રેણીઓમાં અરજદારોને ફાળવી શકાશે.

એન્કર રોકાણકર્તાઓ સિવાય તમામ સંભવિત બીડર્સે તેમના સંબંધિત બેન્ક ખાતાઓની વિગતો (UPI પરિપત્રની જોગવાઇ અનુસાર RIBના કિસ્સામાં UPI ID અને રૂ.5.000 લાખ સુધી અરજી કદ ધરાવતાં વ્યક્તિગત રોકાણકારો સહિત) પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો રહેશે,

જે રકમ ઑફરમાં ભાગ લેવા માટે SCSB દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકર્તાઓને ASBA પ્રક્રિયા મારફતે ઑફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે, RHPના પૃષ્ઠ 479 ઉપર “ઑફર પ્રક્રિયા” જૂઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.