સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની અનુપમ રસાયણની કુલ આવકમાં 29 ટકા વૃદ્ધિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/AnupamRAsayan-e1681457561392.jpg)
નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાનાં અનુપમ રસાયણના પરિણામો-નાણાકીય વર્ષ 2021-22માં આવક ₹10,660 મિલિયન; વાર્ષિક ધોરણે 31.46%ની વૃદ્ધિ
નાણાકીય વર્ષ 2021-22માં કરવેરાની ચુકવણી પછીનો નફો ₹1,522 મિલિયન; 116.48%ની વૃદ્ધિ
સુરત, ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (BSE- 543275, NSE- ANURAS, ISIN: INE930P01018)એ 31 માર્ચ, 2022ના અંતે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ માટે એના નાણાકીય પરિણામોને જાહેરાત કરી છે.
31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામો:
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની આવક ₹3,172 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹2,717 મિલિયનથી વાર્ષિક ધોરણે 17 ટકા વધાર હતી.
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં EBITDA (અન્ય આવક સહિત) ₹969 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹655 મિલિયનથી વાર્ષિક ધોરણે 48 ટકા વધારે છે.
નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો ₹461 મિલિનય થયો, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹221 મિલિયનથી વાર્ષિક ધોરણે 108 ટકા વધારે છે.
31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા 12 મહિના માટે નાણાકીય પરિણામો:
નાણાકીય વર્ષ 2021-22માં આવક ₹10,660 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2020-21માં ₹8,109 મિલિયનથી વાર્ષિક ધોરણે 31 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2021-22માં EBITDA (અન્ય આવક સહિત) ₹3,121 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2020-21માં ₹2,202 મિલિયનથી વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે
નાણાકીય વર્ષ 2021-22માં કરવેરાની ચુકવણી પછીનો નફો ₹1,522 મિલિયન થયો, જે નાણાકીય વર્ષ 2020-21માં ₹703 મિલિયનથી વાર્ષિક ધોરણે 116 ટકા વધારે હતો.
અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ કહ્યું હતું કે, “મને એ જાહેર કરવાની ખુશી છે કે, અમારી કુલ આવકમાં 29 ટકા વૃદ્ધિ સાથે અમારા માટે વર્ષ સારું પુરવાર થયું છે, જે માટે મુખ્યત્વે વોલ્યુમમાં ઊંચો વધારો જવાબદાર છે. નવા LOIs થવાથી અને જૂનાં લાંબા ગાળાના કોન્ટ્રાકટમાં બદલાયા હોવાથી આગામી વર્ષોમાં વેચાણમાં વૃદ્ધિ માટે વિઝિબિલિટી વધારે સ્પષ્ટ દેખાશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ઉપરાંત, અમારો ફ્લોરિનેશન રસાયણોમાં પ્રવેશ અમને વૃદ્ધિના આગામી તબક્કામાં લઈ જશે, જેમાં ટેનફેકના 26 ટકા હિસ્સાના સફળ એક્વિઝિશન દ્વારા અમારી પોઝિશન મજબૂત થઈ છે. આ એક્વિઝિશનના માધ્યમથી અમે આ વર્ટિકલમાં અમારી સપ્લાય ચેઇનનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવા અને ઊંચા મૂલ્ય – ઊંચું માર્જિન ધરાવતા ઉત્પાદન મોલીક્યુલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા આતુર છીએ, જે અમારા માર્જિનને વધારે વેગ આપશે.”