Western Times News

Gujarati News

કોક્સ એન્ડ કીંગે યસ બેન્ક સાથે ૧૧૦૮ કરોડની છેતરપિંડી કરીઃ CID ક્રાઇમમાં ફરિયાદ

(પ્રતિનિધિ) ગાંધીનગર,  કોક્સ એન્ડ કીંગ (Cox & Kings) કંપનીના મૂળભૂત ડાયરેક્ટર દ્વારા પેટા કંપનીના નામે ૧૧૦૮ કરોડની લોન લઈને યસ બેંકમાં કંપનીના ખોટા વાર્ષિક અહેવાલો રજૂ કરીને સુવ્યવસ્થિત કાવતરૂ રચી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. Cox & Kings (India) in a Rs 1108 crore Yes bank fraud case: Gandhinagar Gujarat CID Crime FIR

આ મામલે યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર (Yes Bank Chief Vigilence Officer) દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ  (Gandhinagar CID Crime) પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ સ્થિત યસ બેંકના ચીફ વિજીલન્સ ઓફિસર સંદીપ મહેરાએ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૭માં કોક્સ એન્ડ કીંગ ગ્રુપની ઈઝી ગો વન ટ્રાવેલ અને ટુર્સ લિમીટેડ દ્વારા લોનની માંગણી કરાતાં બેંક સાથે સંબંધો પ્રસ્થાપિત થયા હતા.

બાદમાં કોક્સ એન્ડ કીંગ ગ્રુપની પેટા કંપની પ્રોમેથોન એન્યરપ્રાઈઝ લિમીટેડને પણ લોનની જરૃર પડતાં યસ બેંકે ૧૪૦૦ કરોડ વર્ષ – ૨૦૧૮ માં મંજૂર કર્યા હતા. આ લોનમાંથી ૩૦ નવેમ્બર ૨૦૧૮ માં અબુ ધાબી કોમર્શિયલ બેંક કે જે હાલ યુએઈ સ્થિત છે.

તેને વેચવામાં આવી હતી. આ લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી યસ બેંકની ગિફ્ટ સિટી ગાંધીનગર આવેલી ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર ખાતે બુક કરવામાં આવી હતી. બાદમાં પીઈએલને તા. ૧૫/૩/૨૦૧૮ ના રોજ લોન એક્સિસ બેંક હોંગ કોંગના એકાઉન્ટમાં અપાઈ હતી. જેનાં કરાર મુજબ વ્યાજ મુદલ ત્રણ મહિને લોન એકાઉન્ટમાં જમા થતું હતું.

આ સિવાય પીઈએલ દ્વારા લોનની પૂર્વ ચૂકવણી માટે જે એજ્યુકેશન બિઝનેસનું વેચાણ કરાયું હતું. તેમાંથી થયેલી આવક ઉપર સૌ પ્રથમ યસ બેંકનો હક હોવા છતાં નાણા અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેથી બેંકે પીઈએલ ના એકાઉન્ટને રેડ ફ્લેગ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આરબીઆઇએ પણ એજ રીતે પીઈએલ ના એકાઉન્ટને રેડ ફ્લૅગ જાહેર કર્યું હતું.

આમ બેંક સાથે આયોજન પૂર્વક ૧૧૦૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવતા કોક્સ એન્ડ કીંગના મૂળભૂત ડાયરેક્ટ / કર્મચારી અજય અજીત પીટર કેલકર, એન્થની બૂટક મેરીક ગુડ અને અભિષેક ગોયેન્કા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭એ, ૧૨૦બી અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.