Western Times News

Gujarati News

પંચમહાલમાં રાજ્યમંત્રી કોવિડ અને ટીબીના સંક્રમણ તોડવા માટે ‘આશ્વાસન કેમ્પેન’નો કરાવ્યો પ્રારંભ

ગોધરા,રાજ્યના દસ જિલ્લાના ૫૩ આદિવાસી તાલુકામાં ક્ષય રોગની તપાસ અને કોવિડ જાગૃતિ માટે ૪૨ વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી
પંચમહાલ જિલ્લામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી  નિમિષાબેન સુથારે કોવિડ અને ટીબીના સંક્રમણ તોડવા માટે ‘આશ્વાસન કેમ્પેન’નો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કોવિડ અને ટીબીના સંક્રમણને તોડવા માટે એક અભિયાન અંતર્ગત કામગીરી કરાશે અને લોકોને જાગૃત કરવામાં આવશે.
મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રીમતી સુથારે જણાવ્યું કે, આશ્વાશન અભિયાન અંતર્ગત ટીબી નિર્મુલન કાર્યક્રમ જે ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા ચલાવાશે.

જેમાં આરોગ્ય વિભાગ અને ટ્રાઇબલ વિભાગના સયુક્ત ઉપક્રમે રાજ્યના જિલ્લાઓમાં કોવિડ અને ટીબીના સંક્રમણને તોડવા માટે જનજન સુધી જાગૃતિ લાવવામાં આવશે.તેમણે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત ટીબી પેશન્ટને આઇન્ડેટીફાઇ કરાશે, તેમની નોંધણી કરાશે, તેમને સરકારની આ અંગેની યોજનાઓનો લાભ મળે છે કે કેમ તેની ચોકસાઇ કરવામાં આવશે. ટીબીગ્રસ્ત વિસ્તારના આસપાસના વિસ્તારમાં આ અંગે તપાસ કરાશે. ટીબીના દર્દીઓના સગાઓની પણ તપાસ કરીને તેમને સંક્રમણ ના લાગ્યું હોય તેની તપાસ કરાશે.

તેમણે ઉમેર્યું કે, આ અભિયાન અંતર્ગત કોવીડ વેક્સિન માટે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. વેક્સિન થકી કોરોના સંક્રમણથી બચી શકાય છે તે બાબતે લોકોને જાગૃત કરી વેક્સિન લેવા પ્રેરવામાં આવશે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીનો વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી હારેગા, દેશ જીતેગાના સંકલ્પને સાકાર કરવા સઘન રીતે આ ઝુંબેશ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવશે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનો અને ટીબી હારેગા, દેશ જીતેગાના સ્લોગન તેને સાર્થક કરવા માટે પંચમહાલ જિલ્લાના મોરવા હડફથી આશ્વાસન કેમ્પેનનો પ્રારંભ કરાયો છે.

આ વેળા મહાનુભાવોએ પિરામલ સ્વાસ્થય અને USAID દ્વારા રાજ્યના દસ જિલ્લાના ૫૩ આદિવાસી તાલુકામાં ક્ષય રોગની તપાસ અને કોવિડ જાગૃતિ માટે ૪૨ વાહનોને ફ્લેગ ઓફ કર્યા હતા.ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદિજાતિ કલ્યાણ મંત્રાલયના સંયુક્ત નેજા હેઠળ ટી.બી. મુક્ત ભારત અભિયાન હેઠળ પિરામલ સ્વાસ્થય અને USAID  દ્વારા જિલ્લામાં ક્ષય રોગ નાબૂદી માટે ૧૦ આદિવાસી જિલ્લાઓમાં ૪૨ તાલુકામાં ટીબીના  દર્દી શોધવા અને કોવિડ જાગૃતિ ફેલાવવા માટે વાહનો મોકલવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને આદિજાતિ વિભાગના મંત્રી નિમિષાબેન સુથારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
તેનો હેતુ પિરામલ સ્વાસ્થય ટીમ અને દરેક ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા દરેક ઘરે દસ્તક આપીને  ક્ષયના દર્દીઓની ઓળખ અને કોવિડ જાગૃતિ સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે ક્ષયના દર્દીઓની ઓળખ કરી સંપૂર્ણ સારવાર આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ધર્મીષ્ઠાબેન માલીવાડ, બાંધકામ સમીતીના ચેરમેન વિક્રમભાઈ ડિંડોર, જીલ્લા પંચાયત સભ્ય  મહેન્દ્રભાઈ બારીયા અને તાલુકા પંચાયત સભ્યઓ, સરપંચઓ મદદનીશ કમિશનર આદિજાતિ તથા પ્રાયોજના વહીવટદાર, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો.મીનાક્ષીબેન ચૌહાણ,  જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.એન.બરુઆ, આરસીએચઓ ડો. પી.કે.શ્રીવાસ્તવ,  તાલુકા હેલ્થ ઓફિસર, અધિક્ષક સામૂહીક આરોગ્ય કેન્દ્ર મોરવા હડફ, તેમજ પિરામલ સ્વાસ્થય સંસ્થાના ઝોનલ હેડ  અગ્નિશ્વર દાસ.  ડિવિઝન પ્રોગ્રામ મેનેજર  અસલમ શેખ પ્રોગ્રામ લીડ ગોપાલ સિંહ અને જિલ્લા સંયોજક કેયુર પટેલ હાજરી આપી હતી. તેમજ ટી.બી. ના દર્દીઓ તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં માણસોએ હાજરી આપી હતી.

   તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.