Western Times News

Gujarati News

જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં શ્રી ઓધવ વિદ્યામંદિર ના વિદ્યાર્થી એ દ્વિતિય ક્રમે આવી ગૌરવ વધાર્યું

ખેલમહાકુંભ માં જિલ્લા કક્ષાએ જીલ  પ્રજાપતિ દ્વિતિય ક્રમે 

ખેલમહાકુંભ માં જિલ્લા કક્ષાની અં-૧૧, અં -૧૪, અં-૧૭, અને ઓપન એજ  ભાઈઓ બહેનોની ચેસ સ્પર્ધા કે.એન.શાહ મોડાસા ખાતે યોજાઇ હતી.

જેમાં શ્રી ઓધવ વિદ્યામંદિર ધનસુરાના અં -૧૪ માં  જીલ રાકેશકુમાર પ્રજાપતિ દ્વિતિય ક્રમે આવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પી. સુરાણી ,શાળાના મંત્રીશ્રી નરેન્દ્રભાઇ એ.પટેલ તેમજ  મંડળના ટ્રસ્ટીશ્રીઓ  તેમજ શાળાનાં સંચાલક મંડળે વિજેતા બાળકોને  તેમજ બાળકોને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને માર્ગદર્શક એવા શાળાનાં આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ  પટેલને અભિનંદન આપ્યા હતા.

દિલીપ પુરોહિત  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.