Western Times News

Gujarati News

શેર માર્કેટ ક્રેશઃ ૮ દિવસમાં રોકાણકારોના ૨૬ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

મુંબઇ, સેન્સેક્સ ગઇકાલે ૧,૧૫૮.૦૮ પોઈન્ટ (૨.૧૪ ટકા)ના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે દ્ગજીઈ નિફ્ટી ૩૫૯.૧૦ પોઈન્ટ (૨.૨૨ ટકા)ના ઘટાડા સાથે ૧૫,૮૦૮ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. છેલ્લા ૧ મહિનામાં સેન્સેક્સ ૫,૫૦૦ પોઈન્ટ તૂટ્યો છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં પણ લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

વિશ્વભરના શેરબજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલીનો દોર ચાલી રહ્યો છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જાેવા મળી રહી છે. છેલ્લા ૮ સત્રોથી સ્થાનિક બજારો દરરોજ ઘટી રહ્યા છે. આ ભારે વેચવાલીથી છેલ્લા ૮ દિવસમાં રોકાણકારોને શેરબજારમાં લગભગ ૨૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગયા વર્ષે શેરબજારોમાં જબરદસ્ત તેજી જાેવા મળી હતી. જાે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વભરના શેરબજારો કરેક્શનની પકડમાં છે. એક દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયેલા ફુગાવાના કારણે સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેનાથી રોકાણકારોનો ડર વધી રહ્યો છે.

કોરોના મહામારીની નવી લહેરનો ડર પણ રોકાણકારોની ઊંઘ બગાડી રહ્યો છે. ગઈકાલે એટલે કે ગુરુવારે, બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી બંને ૨-૨ ટકાથી વધુ તૂટ્યા હતા. જેના કારણે રોકાણકારોને એક જ દિવસમાં રૂ.૫ લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

વેપારમાં સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ૨ વિપ્રો અને એચસીએલ ટેક ગ્રીન ઝોનમાં રહી શકી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે લગભગ ૧,૪૦૦ પોઈન્ટ્‌સ તૂટ્યો હતો. ટ્રેડિંગ બંધ થયા બાદ સેન્સેક્સ ૧,૧૫૮.૦૮ પોઈન્ટ (૨.૧૪ ટકા)ના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે એનએસઇ નિફ્ટી ૩૫૯.૧૦ પોઈન્ટ (૨.૨૨ ટકા)ના ઘટાડા સાથે ૧૫,૮૦૮ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

છેલ્લા ૧ મહિનામાં સેન્સેક્સ ૫,૫૦૦ પોઈન્ટ તૂટ્યો છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં પણ લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે.
સતત ઘટાડાને કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧૨ મેના રોજ ઘટીને ૨૪૧.૧૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

૨૯ એપ્રિલે તે રૂ. ૨૬૬.૯૭ કરોડના સ્તરે હતો. આ રીતે માત્ર આઠ દિવસમાં શેરબજારના રોકાણકારોને લગભગ ૨૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેરબજારમાંથી એફપીઆઇનું સતત વેચાણ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને ભારતમાં વધી રહેલી મોંઘવારી રોકાણકારોની ચિંતા વધારી રહી છે. આ કારણોસર, રોકાણકારો સુરક્ષિત રોકાણના માર્ગો શોધી રહ્યા છે.

છેલ્લા આઠ ટ્રેડિંગ દિવસોમા એફપીઆઇએ ભારતીય બજારમાંથી રૂ. ૨૩,૬૬૫ કરોડ પાછા ખેંચ્યા છે. અગાઉ એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ રૂ. ૪૦,૬૫૨ કરોડ ઉપાડી લીધા હતા. આ મહિને અત્યાર સુધીમાં સેન્સેક્સ ૪,૧૩૦ પોઈન્ટ તૂટ્યો છે.

આ દરમિયાન નિફ્ટી ૧,૨૯૪ પોઈન્ટ ઘટી ગયો છે. આ મહિને ૦૫ મેના રોજ માત્ર એક જ દિવસે માર્કેટમાં થોડો વધારો થયો છે. તે દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સ ૩૩.૨૦ પોઈન્ટ અને નિફ્ટી ૫.૦૫ પોઈન્ટ વધ્યા હતા. આ સિવાય અન્ય તમામ સત્રોમાં બંને મુખ્ય સૂચકાંકો ખોટમાં રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.