બુદ્ધ પૂર્ણિમાના અવસરે પ્રધાનમંત્રી મોદીએ મહામાયા મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી
નવીદિલ્હી, આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે. પીએમ મોદી પહેલા કુશીનગર પહોંચ્યા અને ત્યાંથી તેઓ એમ-૧૭ હેલિકોપ્ટરથી નેપાળ માટે રવાના થયા હતા. સાંજે તેઓ પાછા ફરતી વખતે કુશીનગર ઉતરણ કરશે અને ત્યારબાદ ત્યાંથી લખનઉ જશે.
પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી લુમ્બિની પહોંચ્યા ત્યારે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉઆએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર થશે.
પીએમ મોદી લુમ્બિનીમાં બૌદ્ધ પૂર્ણિમાના અવસરે મહામાયાદેવી મંદિર પહોંચ્યા. મંદિર સુંદર રીતે શણગારવામાં આવેલું છે. પીએમ મોદીની સાથે નેપાળના પ્રધાનમંત્રી અને તેમના પત્ની પણ છે. અહીં પીએમ મોદીએ મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરી.
અત્રે જણાવવાનું કે લુમ્બિની ભગવાન ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ છે. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે નેપાળના શાનદાર લોકો વચ્ચે આવીને તેઓ ખુબ ખુશ છે.HS