Western Times News

Gujarati News

આઇએએસ પૂજા સિંઘલ સાથે ગૃહમંત્રી અમિત શાહનો ફોટો પોસ્ટ કરનાર પર કેસ થયો

અમદાવાદ, ઝારખંડમાં મનરેગા મની લાૅંડ્રિંગ કેસમાં આઈએએસ પૂજા સિંઘલના ઘરેથી ૧૯.૩ કરોડ રુપિયા રોકડા મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. પૂજા સિંઘલ ઝારખંડની ખનન તેમજ ઉદ્યોગ સચિવ હતી. તેની વિરુદ્ધ ઈડીએ લાંચ લેવાના આરોપોસર પણ કાર્યવાહી કરી રહ્યુ છે. વળી, પૂજા હવે સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

એક વ્યક્તિએ પૂજા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો વાંધાનજક કેપ્શન આપીને પોસ્ટ કર્યો તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના પર કેસ નોંધી લીધો છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે પૂજા લગભગ ૫ વર્ષ પહેલા અમિત શાહ સાથે દેખાઈ હતી. તેનો જૂનો ફોટો મુંબઈના અવિનાશ દાસે ૮ મે, ૨૦૨૨ના રોજ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને વાંધાજનક શબ્દો લખ્યા. અવિનાશ સામે તિરંગાનુ અપમાન કરવાને લઈને પણ એક ફરિયાદ કરવામાં આવી.

જેના કારણે અવિનાશ સામે આઈપીસીની કલમ – ૪૬૯, આઈટી એક્ટની કલમ-૬૭ અને રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર મુંબઈના અવિનાશ દાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂજા સિંઘલની તસવીરો પોસ્ટ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા માર્ચ-૨૦૨૨માં અવિનાશે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલી અર્ધ નગ્ન છોકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો.

ઝારખંડમાં આઇએએસ સીએ પૂજા સિંઘલના ઘરે દરોડા પાડીને મળેલી રોકડના સંદર્ભમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પુષ્ટિ આપી હતી કે પૂજાના ઘરેથી મળી આવેલી રોકડ તેમની જ છે.

તમને જણાવી દઈએ કે ૭ મેના રોજ ધરપકડ કરાયેલી પૂજા સિંઘલની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુમન સિંહની ધરપકડના એક દિવસ પહેલા ઈડીએે સુમનના ઘરેથી ૧૯.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા જ્યારે પૂજા સિંઘલ અને તેના પતિની જગ્યાઓએથી લગભગ ૧૫૦ કરોડથી વધુની સંપત્તિ અને રોકાણના કાગળો જપ્ત કર્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.