અનેરી વજાણીની ગેરહાજરીમાં અનુજના અસલી પરિવારની એન્ટ્રી થશે

મુંબઈ, રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતાં શો ‘ફીયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી’ની ૧૨મી સીઝનના કન્ટેસ્ટન્ટ્સનું લિસ્ટ ફાઈનલ થઈ ગયું છે. આ વખતે અનુપમા સીરિયલમાં ‘માલવિકા’ના પાત્રમાં જાેવા મળતી અનેરી વજાણી પણ ભાગ લેવાની છે.
KKK ૧૨નું શૂટિંગ કેપટાઉનમાં થવાનું છે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમામ કન્ટેસ્ટન્ટસ ત્યાં રવાના થશે. એક્ટ્રેસ પણ શો માટેની તૈયારીમાં લાગી ગઈ છે અને તેથી જ હાલના અનુપમા અને અનુજ કપાડિયાના વેડિંગ સીક્વન્સમાંથી તે બાકાત છે. તેને ફરીથી અમેરિકા જતી દેખાડવામાં આવી છે. અનેરી વજાણીના રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સાથેના સીનને દર્શકો પસંદ કરતા હતા.
પરંતુ, આગામી સમયમાં તે શોમાં જાેવા મળશે નહીં. તેની ગેરહાજરીમાં મેકર્સે ખાસ પ્લાન બનાવ્યો છે. બોલિવુડ લાઈફે સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં અનુજના પરિવારની એન્ટ્રી થશે. રોમાન્સની સાથે ફેમિલી ડ્રામા પણ જાેવા મળશે.
અનુપમા પણ તેના પર્સનલ ગોલ્સની સાથે પત્ની અને વહુ તરીકેની ફરજ નિભાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જ્યારે અનેરી વજાણી પરત આવશે, ત્યારે તેનો ટ્રેક આગળ વધશે. અનુજ કપાડિયાના પરિવાર માટે નવા એક્ટર્સને કાસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.
જાે કે, હાલ સંપૂર્ણ ધ્યાન અનુપમા અને અનુજ પર છે. હાલમાં જ અનેરીએ વાતચીત કરતાં તે ખતરો કે ખિલાડી ૧૨માં ભાગ લેવાની હોવાની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘એ મારો પહેલો રિયાલિટી શો છે અને હું મારા ઉત્સાહને દબાવી શકતી નથી. મને નવી-નવી વસ્તુઓ એક્સપ્લોર કરવી અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ગમે છે.
આ શો સાથે મને મારા જીવનને એક નવી ઊંચાઈ મળશે. હું મારે એડવેન્ચર જર્ની અને આ પડકારને ઝીલવા માટે તૈયાર છું’ KKK ૧૨ માટે મેકર્સે આ વખતે કેટલાક પોપ્યુલર ટીવી એક્ટર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને લીધા છે. અપકમિંગ સીઝન માટે જે કન્ટેસ્ટન્ટ્સના નામ કન્ફર્મ થયા છે તેમાં રુબીના દિલૈક, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ અડાતિયા, શિવાંગી જાેશી, શ્રૃતિ ઝા, કનિકા મેનન, મોહિત મલિક, કોરિયોગ્રાફર તુષાર કાલિયા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શૈખ ઉર્ફે મિ. ફૈઝુ અને એરિકા પેકાર્ડનો સમાવેશ થાય છે.SS1MS