Western Times News

Gujarati News

વામિકાના પ્રયાસ પર હું હસી પડું ત્યારે તે એ હરકતનું પુનરાવર્તન કરતી રહે છે

મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા સવા એક વર્ષની થઈ ગઈ છે. તેઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની સાથેની તસવીરો શેર કરતાં રહે છે પરંતુ તેનો ચહેરો હંમેશા છુપાવે છે અને તેના વિશે ક્યારેય વાત પણ કરતાં નથી.

પરંતુ, હાલમાં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં, એક્ટ્રેસે માતૃત્વ અને તેના વામિકા સાથેના બોન્ડ વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, તે પોતાના કરિયર અને અંગત જીવનમાં કરેલી પસંદગી દ્વારા સશક્ત અનુભવે છે, કારણ કે તે ર્નિણયો તેણે જાણે લીધા હતા.

તેણે કહ્યું હતું કે, તે એવી વ્યક્તિ બની શકે નહીં જે એક સમયે ઘણું બધું કરે છે, પરંતુ કેટલીક મહિલાઓ છે જે મલ્ટિટાસ્ક કરે છે અને આ માટે તેઓ શાબાશીને પાત્ર છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેના કારણે કોઈ ઓછું કે વધારે છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે માતૃત્વને કેવી રીતે નેવિગેટ કરે છે અને તેના માટે સાચુ સુખ કયું છે, ત્યારે તેણે કહ્યું હતું કે, તેની દીકરી વામિકા તેને સૌથી વધારે પ્રેમ અને ખુશી આપે છે. તેણે કહ્યું હતું કે, જ્યારે વામિકા તેને હસાવવાનો પ્રયાસ કરે છે અને જે ક્ષણે તે હસી પડે છે, તે વારંવાર તેની હરકતનું પુનરાવર્તન કરે છે અને ફરીને ફરીથી તેને હસાવે છે. તેનું આ સિમ્પલ જેશ્ચર તેને સ્પર્શી ગયું છે.

જ્યારે અનુષ્કા શર્માને વર્કિંગ મધરના પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, મહિલાઓ માટે વર્ક-લાઈફ બેલેન્સ કરવું મુશ્કેલ છે. તેણે ઉમેર્યું હતું કે, લોકો કામ કરતી મહિલાઓની લાગણીઓ અને જીવનને સમજતા નથી, કારણ કે દુનિયા એ પુરુષ પ્રધાન છે.

હકીકતમાં, તેને આ વાત જ્યારે તે મા બની ત્યારે સમજાઈ હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા હાલ ‘ચકદા એક્સપ્રેસ’ની તૈયારી કરી રહી છે, જે પૂર્વ ભારતીય ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક છે.

ફિલ્મનું શૂટિંગ તો ઘણા સમય પહેલા જ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉન અને બાદમાં તે પ્રેગ્નેન્ટ થતાં બધું અટકી ગયું હતું. ઘણા લાંબા બ્રેક બાદ અનુષ્કા શર્મા ફરીથી મોટા પડદાં પર જાેવા મળશે. એક્ટ્રેસ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી, જે ડિસેમ્બર ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને કેટરીના કૈફ હતા. ફિલ્મ થિયેટર પર ફ્લોપ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.