ગાંધીનગર જીલ્લામાં કેન્સરના રપ૩ દર્દીઓ મળી આવ્યા

ગાંધીનગર, ગાંધીનગર જીલ્લામાં કેન્સરના રપ૩ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાછે. જેમાં ઓરલ કેન્સરના ર૯ અને સર્વાઈલકલ કેન્સરના ૧૦૧ તથા અન્યય ૪ શંકાસ્પદ કેન્સરના કેસ મળી આવ્યા છે. તેમજ ગર્ભાશયના કેન્સરના નિદાન માટે ૩૬પ સેમ્પલ લેવાયા છે.
ગાંધીનગરના સાંસદ તેમજ સહકારમંત્રી અમીત શાહ દ્વારા કેન્સર અભિયાન સર્વે સ્ક્રીનીગ અને સારવાર’ શરૂ કરાયું છે. પ્રથમ તબકકામાં ગાંધીનગર અને કલોલ તાલુકાના ૯ પીએચસીમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ર૬ માર્ચથી આ અભિયાનનો આરંભ કલોલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી આશા બહેનો દ્વારા ડોર ટુ ડોર જઈને ૧,૧૦,૬૪૪ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને ૧૯૯ર૯ લોકોનું સ્ક્રીનીગ કરવામાં આવ્યું છે.
જેમાં અલગ અલગ પ્રકારના કેન્સરના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા આ અંગેની માહિતીની તપાસ અને યોગ્ય પગલાં લેવા માટેના સુચનો કરવામાં આવી રહયા છે. ગાંધીનગર જીલ્લામાં કેન્સરના વધતા જતા દર્દીઓ એ ખૂબ ગંભીર બાબત છે.
વધતા જતા કેન્સરના દર્દીઓ માટે ઘરે ઘરે જઈ કેન્સરને લગતા ૩૦ જેટલા સવાલો પુછવામાં આવે છે. જઅને જાે કેન્સરના લક્ષણો જાેવા મળે તો જીસીઆરઅઈ અમદાવાદની કેન્સર સર્જન ટીમ દ્વારા તપાસવામાં આવે છે. ગાંધીનગર જીલ્લામાં વધતી જતી કેન્સરની બીમારી પ્રત્યે આરોગ્ય વિભાગ ઝડપી કામગીરી કરી રહયું છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમનો પણ ફાળો રહયો છે.