Western Times News

Gujarati News

હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાનોની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ હિંમતનગર ખાતે પ્રદેશ સહકાર સેલના કન્વીનર બીપીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાનોની બેઠક યોજાઇ હતી.આગામી ૨૮મી મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર સહકાર સેમિનાર અંગે પ્રદેશ કન્વીનર દ્વારા બન્ને જિલ્લાના સહકારી આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સહકારી આગેવાનોને સંબોધતા પ્રદેશ સહકાર સેલના વડા બીપીનભાઈ પટેલે સહકારીતા વિશે ઊંડો ખ્યાલ આપ્યો હતો અને રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ આજે ભાજપ હસ્તક આવી છે તેનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહને આપતા બીપીનભાઈ પટેલે બને મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાતમાં સહકારીક્ષેત્ર એમના વડપણ હેઠળ વધુ તંદુરસ્ત અને લોકભોગ્ય બની રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સહકાર ને લગતી વિવિધ બાબતો નો ઉલ્લેખ કરી માર્ગદર્શન કર્યું હતું.

અને આગામી તા.૨૮.૫.૨૦૨૨ના રોજ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં મળનાર સહકારીતા સંમેલનની રૂપરેખા આપી હતી અને મોટી સંખ્યામાં સૌ સહકારી આગેવાનો ઉપસ્થિત રહે એ માટે આહવાન કર્યું હતું.

પ્રારંભે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે આગામી તા.૨૮.૫.૨૦૨૨ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાયે યોજાનાર રાજ્યના સહકારી આગેવાનોને સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરવાના હોઈ આ બાબતે મહેશભાઈ પટેલે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સહકારી સંસ્થાઓના ચેરમેનો ને આગેવાનોને પોતાના વિસ્તાર ને જિલ્લામાંથી.મોટી સંખ્યામાં સહકારી કાર્યકરોને ઉપસ્થિત રાખવા અપીલ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય,મિલ્ક ફેડરેશનના અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ,જિલ્લા ખ.વે.સંઘના ચેરમેન જેઠાભાઇ પટેલ, ગાંધીનગરના પ્રભારી, સાબરકાંઠાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજભાઈ પટેલ,ખેતી બેંકના વાઈસ ચેરમેન ફલજીભાઇ પટેલ વગરે આગેવાનો ઉપરાંત બને જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બને જિલ્લાના આગેવાનોને મોટી સંખ્યામાં સાથી કાર્યકરો સાથે ગાંધીનગરમાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી હતી.કાર્યકમનું સંચાલન સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ.જશુભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર દર્શન અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.