રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા દેશો પર દુકાળનો ખતરો, યુએનની ચેતવણી
ન્યૂયોર્ક, છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધની વિશ્વના અનેક દેશો પર ખરાબ અસર પડી છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપતા કહ્યું કે આ યુદ્ધથી જલદી વૈશ્વિક ખાદ્ય સંકટ પેદા થઈ શકે છે, જે વર્ષો સુધી યથાવત રહી શકે છે. રિપોર્ટ પ્રમાણે ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને કારણે આવનારા સમયમાં કેટલાક દેશોએ લાંબા ગાળા સુધી દુકાળનો સામનો કરવો પડી શકે છે.
જાે યુક્રેનના નિર્યાતને યુદ્ધ પહેલા બહાલ ન કરવામાં આવ્યું તો ખાદ્ય સંકટ પેદા થઈ શકે છે. યુક્રેન-રશિયા યુદ્ધે યુક્રેનના પોર્ટથી સપ્લાયમાં ઘટાડો કર્યો છે, જે પહેલાથી મોટી માત્રામાં ભોજન માટેનું તેલ નિકાસ કરતું હતું. વિશ્વમાં ઘઉં અને મકાઈ જેવા અનાજની નિકાસ પર પણ તેની ખરાબ અસર પડી છે. તેનાથી વૈશ્વિક ખાદ્ય સપ્લાય ઓછી થઈ અને વિકલ્પોની કિંમતમાં વધારો થયો છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વૈશ્વિક ખાદ્ય કિંમતોમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૩૦ ટકાનો વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યુ કે, આ યુદ્ધ જળવાયુ પરિવર્તન અને મહામારીના પ્રભાવોની સાથે લાખો લોકોને સંકટમાં મુકવા માટેનો ખતરો બન્યું છે. દુનિયાના ઘણા ભાગમાં ખાદ્ય અસુરક્ષા વધ્યા બાદ કુપોષણ, સામૂહિક ભૂખ અને દુકાળનો સામનો કરવો પડી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ રહેશે તો આવનારા મહિનામાં આપણે વૈશ્વિક ખાદ્ય કમીના ખતરાનો સામનો કરવો પડી શકે છે. તેમણે ચેતવણી આપી કે સંકટનું એકમાત્ર પ્રભાવી સમાધાન યુક્રેનના ખાદ્ય ઉત્પાદનની સાથે રશિયા અને બેલારૂસ બંને દ્વારા ઉત્પાદિત ખાતરને વૈશ્વિક બજારમાં પરત લાવવાનું છે.
રશિયા અને યુક્રેન દુનિયાના આશરે ૩૦ ટકા ઘઉંનું ઉત્પાદન કરે છે. યુદ્ધ પહેલા યુક્રેનને દુનિયાની રોટલીના ટોકરાના રૂપમાં જાેવામાં આવતું હતું. યુક્રેન પોતાના પોર્ટ દ્વારા દર મહિને ૪૫ લાખ ટન કૃષિ ઉત્પાદનની નિકાસ કરતું હતું, પરંતુ જ્યારથી રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ પોતાનું આક્રમણ શરૂ કર્યું છે, ત્યારથી તેની નિકાસમાં ઘટાડો થયો છે. જેના કારણે દુનિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારો થયો છે.
શનિવારે ભારત દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ વિશ્વની ચિંતામાં વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વર્તમાનમાં યુક્રેનમાં પાછલા પાકનું લગભગ ૨૦૦ લાખ ટન અનાજ ફસાયેલું છે. જાે તે જારી કરવામાં આવે તો વૈશ્વિક બજારો પર દબાણ ઓછુ થઈ શકે છે.
તો રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. કાસ કરીને જ્યારે ભારતીય બજાર કોરોના મહામારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. યુદ્દને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે. જેથી દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે. બીજી તરફ આ વર્તમાન પરિસ્થિતિને કારણે ભારતીય રૂપિયો નબળો પડતા ભારતના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પર પણ અસર પડી છે.HS1