Western Times News

Gujarati News

કાશ્મીરમાંથી ૩૭૦ હટાવ્યા પછી કોઈ કાંકરા મારવાની હિંમત પણ નથી કરતુંઃ અમિત શાહ

નવીદિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ (સેક્શન-૩૭૦ અને કલમ- ૩૫એ) હટાવવાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, પરંતુ મોદીજીએ ૫ ઓગસ્ટે ૨૦૧૯એ એક ચપટીમાં ૩૭૦ નાબૂદ કરી.

મોદી સરકારની નીતિઓને કારણે લોહીની નદીઓ તો છોડો, કાંકરા ચલાવવાની કોઈની હિંમત નથી. અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ કાશ્મીરમાં આતંકવાદીઓએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી છે, જેમાં કાશ્મીરી પંડિતોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સેમિનારનું ઉદ્‌ઘાટન કરવા પહોંચેલા અમિત શાહે પૂર્વોત્તરના ઘણા જિલ્લાઓમાંથી આસફપા હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, પરંતુ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે માનવાધિકાર તે લોકો પણ છે જે આતંકવાદનો ભોગ બને છે.

ગૃહમંત્રીએ મોદી સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓને વૈચારિક લડાઈનો અખાડો ન બનવા દેવાની સલાહ આપી હતી. છેલ્લા કેટલાક સમયથી ત્નદ્ગેં સહિત દેશની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણના અહેવાલો છે.

અમિત શાહે કહ્યું, યુનિવર્સિટીને વૈચારિક લડાઈનો અખાડો ન બનાવવો જાેઈએ. લડાઈને બદલે ચર્ચાને મહત્વ આપવું જાેઈએ. કોહિનૂરને કોઈ ગમે તેટલા ફૂટે દાટી દે, તો પણ તેનો પ્રકાશ નીકળે છે. નાલંદા, તક્ષશિલા વિશ્વવિદ્યાલયને સળગાવનારાઓને કોઈ યાદ કરતું નથી.

યુનિવર્સિટીઓ બળી ગઈ પણ વિચાર આજે પણ જીવંત છે. અધિકાર માટે લડવાને બદલે જવાબદારી પર ચાલવાનો રસ્તો પસંદ કરવો જાેઈએ. અમિત શાહે વડાપ્રધાન મોદીને ટાંકીને એમ પણ કહ્યું કે મોદીજી માને છે કે માત્ર યુવા જ ભારતને મહાન બનાવી શકે છે.

અગાઉ, “સ્વરાજથી નવભારત સુધીના ભારતના વિચારોની સમીક્ષા” વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં બોલતા અમિત શાહે નવા ભારત માટે મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પહેલા દેશ પાસે કોઈ સંરક્ષણ નીતિ નહોતી.

વિદેશ નીતિને સંરક્ષણ નીતિ તરીકે ગણવામાં આવતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને વિશ્વ સમક્ષ પોતાની સંરક્ષણ નીતિનો પરિચય કરાવ્યો છે કે આપણી સરહદનું અપમાન કરનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. અમિત શાહે એમ પણ કહ્યું કે ભારત સંધિ કે યુદ્ધથી બનેલો દેશ નથી, પરંતુ તે ભૂ-સાંસ્કૃતિક દેશ છે. ભારત વસુધૈવ કુટુંબકમનો વિચાર વૈષ્ણવ લોકોના સ્તોત્રમાં છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.