અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર ભારતનું પહેલુ પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ’
(એજન્સી)નવીદિલ્હી, અંતરીક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની એક ખાનગી કંપની ધીરે ધીરે ઈતિહાસ રચવાની નજીક પહોચી રહી છે. અંદાજીત ચાર વર્ષ પહેલા બનેલી સ્કાઈટર એરોપ્કસ પ્રાઈવેટ લીમીટેડ ભારતના પહેલા પ્રાઈવેટ રોકેટ વિક્રમ-૧ ના એન્જીનના પરીક્ષણનો મહત્વનો પડાવ પાર કરી દીધો છે.
વિક્રમના ત્રીજા સ્ટેજનું સફળ પરીક્ષણ નાગપુરમાં કરવામાં આવ્યું હતંું. વિક્રમને વર્ષના અંતમાં લોન્ચ કરવાની યોજના છે. આ સાથે જ ઈન્ડીયન સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં એક ખાનગી ખેલાડી પુરા દમ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. વિક્રમ રોકેટ નો એન્જીન ત્રીજા તબકકાનું પરીક્ષણ પાંચમી મેના રોજ નાગપુરમાં કરવામાં આવ્યું હતું.
જાે કોઈ સ્કાઈટે સફળ પરીક્ષણ અંગે ૧૯મી મેના રોજ સત્તાવાર રીતે એલાન કર્યું છે. વિક્રમના ત્રીજા તબકકાના ટેસ્ટને કલમ ૧૦૦ નામ આપવામાં આવ્યું હતું. રોકેટ એન્જીનના સ્ટેટીક ફાયર ટેસ્ટ દરમ્યાન પૂર્ણ અવધીને પુરી કરવામાં આવી હતી.
થર્ડ સ્ટેજનો બર્ન ટાઈમ ૧૦૮ સેકન્ડ રહયો હતો. વિક્રમ-૧ એક નાનુ લોન્ચ વ્હીકલ છે. જે રરપ કિલો સુધીના પેલોડને અંતરીક્ષમાં પ૦૦ કિમીની ઉંચાઈ સુધી લોન્ચ કરી શકશે.