Western Times News

Gujarati News

આગામી ર૬ જુને સમગ્ર દેશમાં નેશનલ અદાલતનું આયોજન

(એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા.ર૬-૬-રરના રોજ નેશનલ અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

તેના ભાગરૂપે રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ પ્રથમ માળ, ન્યાય મંદીર સેકટર-૧૧ ગાંધીનગર દ્વારા ર૬ મી જુન -ર૦રરના રોજ જીલ્લાકક્ષાએ તેમજ તાલુકા કક્ષાની તમમ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું ફોજદારી કેસો.

નેગોશીયએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, બેંકનાં લેણાના દાવા, મોટર અકસ્માત વળતરના કેસ લેબરને લગત કેસ ઈલેકટ્રીકસીટી તેમજ પાણીના વેરાના કેસ, લગ્ન વિષયક કેસ છૂટાછેડા સિવાયના જમીન સંપાદનના કેસ અલાઉન્સીસ અને રીટાયરરલ બેનીફીટસ લગતી સર્વીસ મેટર રેવન્યુ કેસ, અન્ય સીવીલ કેસ વગેરેનો સમાવેશ કરાશે.

જે પક્ષકારોને કોર્ટમાં ઉપરોકત દર્શાવેલ કેસની લગતા પેન્ડીગ કેસોનું સુખદ સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓએ જીલ્લા કાનુની સેવા સત્તામંડળ ગાંધીનગર તેમજ તાલુકા કાનુની સેવા સમીતી કલોલ, માણસા, દહેગામ, તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અત્રેની જીલ્લા કાનુની સેવા સત્તામંડળ ગાંધીનગર,રૂમ નંબર ૧૦૧ પ્રથમ માળ ન્યાયમંદીર સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવો તેમજ સંપૂર્ણ લોક અદાલત સરકારની કોવીડ-૧૯ અન્વયે પ્રસિદ્ધ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.