અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના ચેન્જ ધ સ્ટોરી અભિયાને ABYY એવોર્ડ્ઝ 2022માં બ્રોન્ઝ મેડલ મળ્યો
મુંબઈ, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના પ્રથમ સસ્ટેઇનેબિલિટી અભિયાન ‘ચેન્જ ધ સ્ટોરી’ અભિયાને તાજેતરમાં એબીબીવાય એવોર્ડ્ઝ 2022માં ગ્રીન એવોર્ડ કેટેગરી અંતર્ગત બ્રોન્ઝ એવોર્ડ મેળવ્યો છે.
આ કેટેગરી પૃથ્વીના સંરક્ષણ, સસ્ટેઇનેબિલિટી વગેરે ખાસિયતોનો સંદેશ ઉત્કૃષ્ટ રીતે આપવા બદલ એનાયત થયો છે. “ચેન્જ ધ સ્ટોરી” અભિયાનનો ઉદ્દેશ સસ્ટેઇનેબિલિટી વિશે જાગૃતિ લાવવાનો અને ટેકનોલોજી સંચાલિત સમાધાનો દર્શાવવાનો હતો, જે આ સંબંધમાં અસરકારક અને માપી શકાય એવા પરિણામો ઓફર કરે છે.
#ChangeTheStory અભિયાનમાં નોન-ઇન્વેસિવ બબલ બેરિયર ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવી છે. આ ટેકનોલોજી આગ્રાના માન્તોલા કેનાલમાંથી પ્લાસ્ટિકના આશરે 2,400 ટન કચરાને દૂર કરશે, જેથી આ કચરો નદીમાં પ્રવેશી ન શકે. અભિયાનનો હેતુ ભારત અને દુનિયામાં બહોળા દર્શકવર્ગ સુધી પહોંચવાનો અને અભિયાનનાં સંદેશ વિશે જાગૃતિ લાવવાનો હતો.
અભિયાને આ સન્માન એબીબીવાય એવોર્ડમાં મેળવ્યું છે – જેને ભારતીય એડવર્ટાઇઝિંગનો ઓસ્કાર પણ કહેવામાં આવે છે. આ અભિયાન આલોક નંદા એન્ડ કંપની સાથે જોડાણમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું તથા અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં સસ્ટેઇનેબિલિટીની ભૂમિકા યાદ આપવા માટે કામ કરે છે.
#ChangeTheStory અભિયાન પ્રિન્ટ અને ડિજિટલ સહિત વિવિધ પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવ્યું હતું અને અંદાજે 32 મિલિયન લોકો સુધી પહોંચ્યું છે. એની મુખ્ય વીડિયો ફિલ્મો પૈકીની એકમાં વૈજ્ઞાનિકની નજરે સંદેશ આપવામાં આવ્યો છે કે, પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીને પરિવર્તન કરવાનો અને આપણી નદીઓને અગાઉના પ્રદૂષણમાંથી મુક્તિ કરવાનો સમય છે.
અભિયાનમાં સંગીતની તાકાતનો ઉપયોગ થયો હતો અને પોતાના પ્લેટફોર્મ્સ પર રેપ સોંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં અભિયાનને “બબલ શર્મા” નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણી માહિતીપ્રદ પોસ્ટ અને વીડિયો પ્રસ્તુત થયા હતા. એસીસી અને અંબુજા સિમેન્ટ્સે બબલ બેરિયર ટેકનોલોજીની આસપાસ જોડાણને વેગ આપવા માઇક્રો અને નેનો ઇન્ફ્લુઅન્સર્સ સાથે જોડાણ કર્યું હતું.
બંને કંપનીઓ ભારતમાં ઓગમેન્ટ રિયાલિટી-આધારિત ગેમ શરૂ કરવામાં પ્રથમ હતી, જેણે યુઝર્સને દરિયાઈ પ્લાસ્ટિક પ્રદૂષણનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો અને બબલ બેરિયર ટેકનોલોજીની મૂળભૂત કામગીરી રજૂ કરી હતી. આ ગેમ યુઝરને દરિયાઓને સ્વચ્છ કરવા અને દરિયાઈ જીવોનું જીવન સલામત બનાવવા ખેલાડીઓને “બબલ પોપ” બનાવવા પ્રોત્સાહન આપીને તેમની ભૂમિકા ભજવવાનો સંદેશ આપ્યો હતો.
ઇન્ડિયા હોલ્સિમના સીઇઓ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી નીરજ અખૌરીએ જણાવ્યું હતું કે, એવોર્ડ દેશના સસ્ટેઇનેબિલિટી માટે કંપનીના પ્રયાસોની વધુ એક યાદ અપાવે છે.
તેમણે કહ્યું હતું કે, “અમારા માટે મહત્વપૂર્ણ આ અભિયાનને એવોર્ડ મળ્યો એની અમને ખુશી છે અને ગર્વ છે. આ અભિયાન પુરસ્કારને લાયક છે. અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિમિટેડમાં સસ્ટેઇનેબિલિટી અને વ્યવસાય બંનેને એકસરખું પ્રાધાન્ય આપવામાં આવે છે. એનાથી અમને એ દિશામાં અમારા પ્રયાસોને વધારવા પ્રોત્સાહન મળશે.”
અત્યાર સુધી અભિયાનને 93 મિલિયન ઇમ્પ્રેશન, 14 મિલિયન વીડિયો વ્યૂ અને 42 મિલિયન એંગેજમેન્ટ મળ્યાં છે. હેશટેગ #ChangeTheStory ઓર્ગેનિક રીતે આશરે 2થી 3 કલાક માટે ટ્રેન્ડ થયું હતું, જેમાં 3,000થી વધારે ટ્વીટ મળ્યાં હતાં અને 3.5 મિલિયન બ્રાન્ડ મેન્શન મળ્યું હતું.
અભિયાનનો સૌથી આનંદદાયક ભાગ દર્શકોએ અંગત અનુભવોની કરેલી વહેંચણી હતી, જેમાં તેમણે પર્યાવરણ અને સમાજને કરેલા પ્રદાન વિશે જણાવ્યું હતું. આ કામ કરવાની અપીલ કરતી પહેલ લોકોને ઉજ્જવળ ભવિષ્ય અને સસ્ટેઇનેબ્લ ભવિષ્ય માટે પરિવર્તનના વાહકો બનવા પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં તેમણે માઇક્રોસાઇટ પર સંકલ્પ લીધો હતો અને “ચેન્જ ધ સ્ટોરી” મોમેન્ટની વહેંચણી કરી હતી.