Western Times News

Gujarati News

૨૫ વર્ષથી રિલીઝ નથી થઈ ઐશ્વર્યાની ફિલ્મ રાધેશ્યામ સીતારામ

મુંબઈ, બોલિવુડ બ્યૂટી ઐશ્વર્યા રાય હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વ્યસ્ત છે. એક્ટ્રેસે ૨૫ વર્ષ પહેલા ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ૧૯૯૪માં મિસ વર્લ્‌ડનો ખિતાબ મેળવનારી ઐશ્વર્યા રાય મેડિકલના ફીલ્ડમાં કરિયર બનાવવા માગતી હતી.

પરંતુ બ્યૂટી પેજેન્ટ જીત્યા બાદ મોડલિંગથી શરૂ થયેલી સફર તેને ફિલ્મી દુનિયામાં લઈ આવી. ૧૯૯૭માં મણિરત્નમની ફિલ્મ ‘ઈરુવર’થી ઐશ્વર્યા રાયે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું, ૨૫ વર્ષના લાંબા કરિયરમાં ઐશ્વર્યા રાયે ઘણી યાદગાર ફિલ્મો કરી, પરંતુ એક ફિલ્મ એવી છે જે ૨૫ વર્ષથી ડબ્બાબંધ છે.

મેકર્સે આજ સુધી આ ફિલ્મને રિલીઝ કરવાની હિંમત કરી નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ થઈ ગયું હતું. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી હતી. જેમાં ઐશ્વર્યા રાય અને સુનીલ શેટ્ટીને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

આ સિવાય ફિલ્મમાં ફરીદા ઝલાલ, પરેશ રાવલ, રાજ બબ્બર, શરદ કપૂર અને પ્રેમ ચોપરા જેવા સ્ટાર્સ હતા. પરંતુ એવું શું થયું કે ફિલ્મ આગળ વધી નહીં અને રિલીઝ ન થઈ? ફિલ્મનું નામ હતું રાધેશ્યામ સીતારામ, જેમાં સુનીલ શેટ્ટી અને ઐશ્વર્યા રાય બંને ડબલ રોલમાં હતા.

જ્યાં સુનીલ શેટ્ટી ચોર અને એક પોલીસકર્મી એમ ડબલ રોલમાં હતો, તો ઐશ્વર્યા ચોર અને વકીલના રોલમાં હતી. કહાણી પ્રમાણે, રાધે અને શ્યામ એક ગામમાં રહીને ચોરી કરતાં હતા. શ્યામ શહેરમાં જતો રહે છે અને રાધા તેને શોધવા પાછળ-પાછળ જાય છે.

પરંતુ શ્યામ મળતો નથી અને રાધાની મુલાકાત રામ સાથે થાય છે, જે એક પોલીસ અધિકારી હોય છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થઈ ગયું હતું, પરંતુ ફિલ્મ અટકી ગઈ. રિપોર્ટ્‌સ પ્રમાણે, આ ફિલ્મ બનાવવા પાછળ ઘણો ખર્ચ થયો હતો અને ફંડની પણ કમી થઈ હતી.

આ કારણે ફિલ્મ બંધ કરી દેવાઈ. તેવી પણ ખબર હતી કે, ઐશ્વર્યાને ફિલ્મ પ્રોડ્યૂસર સાથે ઝઘડો થયો હતો. તેથી, તે ફિલ્મમાંથી બહાર થવા માગતી હતી. પરંતુ બાદમાં તે રાજી થઈ હતી. જાે કે, એવુ કંઈક થયું કે ફિલ્મ રિલીઝ ન થઈ શકી અને તેને બંધ કરી દેવાઈ.

અનીસ બઝમી ફિલ્મને લઈને ઉત્સાહિત હતા. ઐશ્વર્યા રાય આ ફિલ્મથી ડેબ્યૂ કરવાની હતી, પરંતુ તેમ ન થઈ શક્યું. અનીસ બઝમીએ વર્ષ ૨૦૧૯માં ‘રાધેશ્યામ સીતારામ’ની ફિલ્મની પૂરી કાસ્ટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સાથે તેમણે લખ્યું હતું ‘આ તસવીર ‘રાધેશ્યામ સીતારામ’ના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી, જે કેટલાક ઈશ્યૂના કારણે રિલીઝ ન થઈ. આ એક સુંદર ફિલ્મ હતી, જેમાં હીરો અને હીરોઈનનો ડબલ રોલ હતો. મને વિશ્વાસ છે કે જાે ફિલ્મ રિલીઝ થઈ હોત તો દરેકને પસંદ આવત. તસવીરમાં જાેવા મળી રહેલા વાનરને મિસ ન કરશો. શું તમને યાદ છે આ વાનરને પહેલા તમે કઈ ફિલ્મમાં જાેયો હતો?’ જણાવી દઈએ કે, આ વાનર પહેલા ફિલ્મ ‘આંખે’માં જાેવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.