Western Times News

Gujarati News

ડોગને પણ બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું, ૮ વર્ષના બદલે ડોગ ૧ર વર્ષ જીવ્યો, મૃત્યુ બાદ સમાધિ પણ બનાવી

પાલનપુર, પાલનપુરમાં હાઈવેની સોસાયટીમાં રહેતા જાેષી પરિવાર માટે ર૦૧૦માં જયપુરની કંપની દ્વારા સ્વિટ્‌ઝલેન્ડથી સેન્ટબ્રનાર્ડ ડોગ ૧ લાખ રૂપિયામાં ઈમ્પોર્ટ કરવામાં આવ્યો.

ત્યારે એ માત્ર ત્રણ વર્ષની હતો. લકઝરી બ્રીડ ગણાતા સેન્ટબ્રનાર્ડનો ઠંડા પ્રદેશમાં કોઈ ફસાઈ ગયું હોય તેવા લોકોને શોધીને બહાર કાઢવા માટે વિશેષ ઉપયોગ થાય છે. કાર્ગોમાં તેને જયપુરથી અતુલ જાેશી અને તેમના પત્ની માધવી જાેશી પાલનપુર તેમના ઘરે લાવ્યા, આધ્યાત્મિક જીવનશૈલી જીવતા અતુલભાઈ અને માધવીબેન બ્રહ્મચારી જીવન જીવે છે બંને અતુલધર્મ મિશન સંસ્થાન ચલાવે છે.

પરિવારજનોએ જણાવ્યું કે “અમે લોકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી અમે અમારા દીકરા સમાન ડોગને પણ બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું હતું. એની લાઈફ દરમિયાન ક્યારેય પણ એની એનર્જી વેસ્ટ થઈન હતી. બે દિવસ અગાઉ તેનું નિધન થતા ખેતરમાં જ તેની વૈદિક શાસ્ત્ર મુજબ અંત્યેસ્ટી કરવામાં આવી હતી.

તે ૧ર વર્ષ વૈભવશાળી જીવન જીવ્યો. ગીરગાયથી બનેલું પનીર અને દૂધ આપવામાં આવતું ઉપરાંત જુદી-જુદી દાળોથી બનેલું દળિયું તેને દહીં સાથે ખવડાવવામાં આવતું. ઉપરાંત ફ્રૂટમાં પપૈયુ અને તરબુચ ખવડાવતા હતા તેને પગમાં કોઈ તકલીફ ન થાય તે માટે પરિવારજનોએ ખાસ તેના માટે વુડન ફલોરિંગ કરાવેલ હતું. ર૦૧૧માં રાજયકક્ષાના ડોગ શોમાં તેનો મોસ્ટ હેન્ડસમ કેટેગરીમાં પ્રથમ નંબર આવેલો હતો.

પપ કિલો વજન, ૩૪ ઈંચ હાઈટ અને પ૪ ઈંચ લંબાઈ ધરાવતા પાલનપુરનો સેન્ટબ્રનર્ડ ડોગ લવર શહેરીજનો માટે માનીતો હતો. લીવરમાં પાણી ભરાઈ જતા તેનું નિધન થયું હતું જેથી ગંગાજળ આપી ખેતરમાં ખુલ્લી જગ્યામાં તેની ભારતીય પરંપરા મુજબ અંતિમવિધિ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.