Western Times News

Gujarati News

કોલવડા આયુર્વેદ કોલેજની મુલાકાતે અમેરીકન ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટનું ડેલીગેશન

ગાંધીનગર, ગાંધીનગરના કોલવડા ખાતેની આયુર્વેદ સ્ટેડ મોડેલ કોલેજમાં અમેરીકન ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના કંટ્રી ડાયરેકટર ડો. સારા મેકમુલેન તથા તેમની ટીમના સભ્યો ડો. નતાલીયે અને ડો. ફીલીપ, ભારત તથા ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના અધિકારીઓ રાવતજી, વૈદ કમલેશ ભટ્ટ, ડો. સુધિન્દ્ર કુલકર્ણી, ધ્રુવ શાહ તથા દીપેશ શાહ સહીતના અગ્રણીઓ દ્વારા કોલવડા સ્થિત સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજ તથા કોલેજ સંલગ્ન હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

હોસ્પિટલના અધિક્ષક વૈદ્ય રાકેશ ભટ્ટે હોસ્પિટલ ખાતે અપાતી ઓપીડી તથા આઈપીડી સેવાઓ વિશે છણાવટ કરી સમગ્ર ટીમને હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગોની મુલાકાત કરાવી વિવિધ સારવારનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવ્યું હતું.

આ મુલાકાતના પ્રારંભે આયુષ નિયામક વૈદ્ય જયેશભાઈ પરમાર દ્વારા સમગ્ર ટીમનું પરંપરાગત ભારતીય ઢબે તિલક કરી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને ભગવાન ધનવંતરી ભગવાનની આરાધના કરી સરકારની વિવિધ યોજનાઓ તથા ગુજરાત રાજયમાં આયુષ પ્રભાગની કામગીરી વિશે અને હોસ્પિટલ વિષે માર્ગદર્શન ાપ્યું હતું.

મુલાકાત દરમિયાન સમગ્ર ટીમને કોલેજના આચાર્ય વૈદ્ય સ્વીટી રુપારેલે કોલેજના વિવિધ વિભાગો સંબંધિત માહિતી આપી. હોસ્પિટલના અધિક્ષક વૈદ્ય રાકેશ ભટ્ટે હોસ્પિટલ ખાતે અપાતી ઓપીડી તથા આઈપીડી સેવાઓ વિશે છણાવટ કરી સમગ્ર ટીમને હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગો જેમ કે બાળરોગ, સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર, સ્વસ્થવૃંત, કાયચિકિત્સા, શલ્પ, શાલાક્ય વગેરે અંતર્ગત ચાલતી ઓપીડી સેવાઓની મુલાકાત કરાવી.

સાથે સાથે ટીમને ડાયરેકટ આયુષ દ્વારા હોસ્પિટલના અંતરંગ વિભાગમાં દાખલ દર્દીઓને અપાતી પંચકર્મ સારવાર જેમ કે કટી બસ્તિ, જાનુ બસ્તિ, અભ્યંગ, સ્વેદન, જળો થેરાપી, અગ્નિકર્મ સારવાર વગેરેનું પ્રાત્યક્ષીક નિદર્શન બતાવવામાં આવ્યું.

આ તકે બાળકોને અપાતા આયુર્વેદીક ઈમ્યુનાઈજેકશન પ્રોગ્રામ- સુવર્ણપ્રાશન ડ્રોપ્સ તથા આદર્શ સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગી એવા ગર્ભાધાન સંસ્કાર અંગેની માહિતી પણ આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એફડીસીએના ડેપ્યુટી ડાયરેકટર વૈદ્ય કમલેશ ભટ્ટ, આયુષના વૈદ્ય હેમંત જાેષી અને હોસ્પિટલના વડા વૈદ્ય રાકેશ ભટ્ટે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.