Western Times News

Gujarati News

સિદ્ધપુરના ઠાકોરવાસમાં ૩ માસથી ડહોળું પાણી આવતાં રહીશોમાં રોષ

પાટણ, સિદ્ધપુરમાં આવેલ પસવાદળની પોળ, વોર્ડ નં.૪માં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં ૩ મહિનાથી ડહોળું પાણી આવી રહ્યું હોવાની બુમ ઉઠવા પામી છે. તેને લઈને સ્થાનિક મહિલાઓએ તે વિસ્તારના કોર્પોરેટર પાલિકા પ્રમુખને રજુઆત કરી છે.

સિદ્ધપુર શહેરમાં આવેલ પસવાદળની પોળ, વોર્ડ નંબર-૪માં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં ૧૦૦ પરિવારના રહીશોએ કોર્પોરેટર તેમજ તંત્ર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩ મહિનાથી વિસ્તારમાં ડહોળું પાણી પીવા મજબુર બન્યા છે જેના કારણે તે વિસ્તારના લોકોનું આરોગ્ય બગડયું છે. ઝાડા, ઉલ્ટી અને તાવ સહિતની બીમારીઓનો ભોગ બને છે.

આ વિસ્તારના કોર્પોરેટરોએ રજુઆતો કરી હતી. આ રજુઆત ધ્યાને લઈને સત્વરે ડહોળું પાણી નિકાલ કરીને સ્વચ્છ પાણી ન આવે તો આગામી દિવસોમાં વિસ્તારની મહિલાઓ પાલિકા જઈને ઉગ્ર રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

પાલિકા, એન્જિનિયર વિનોદભાઈ પટણીએ જણાવ્યું કે વોર્ડ નં.૪, ઠાકોરવાસ વિસ્તાર ખૂબ જ મોટો છે તેમજ સમગ્ર વિસ્તાર આરસીસી રોડ બનેલ છે એટલે લીકેજની ચોકકસ જગ્યાનો ખ્યાલ આવતો નથી એટલે તે વિસ્તારમાં ઠેરઠેર ખાડા ખોદીને ડેમેજ પાણીની પાઈપ લાઈનની શોધખોળની કામગીરી ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.