Western Times News

Gujarati News

સીપુ યોજનાથી ૯૩ ગામોને પીવાના પાણીનો લાભ મળશે

Files Photo

ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખેંગારપુરા- મહાજનપુરા પાસે નર્મદા આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

દાંતીવાડા ધાનેરા અને ડીસા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે થરાદના ખેંગારપુરા ખાતે આ નર્મદા આધારિત સીપુજૂથ સુધારણા પાણી પુરવઠા યોજના આકાર પામી રહી છે.

આ યોજનાને પરિણામે સીપુ ડેમ આધારિત હયાત સીપુ જુથ પાણી પુરવઠા યોજનામાં ધાનેરા તાલુકાના ૭૭ ગામો અને ધાનેરા શહેર, દાંતીવાડા તાલુકાના ૧પ ગામો અને ડીસા તાલુકાનું ૧ ગામ મળી કુલ ૯૩ ગામો અને ૧ શહેરને પીવાના પાણીનો લાભ મળશે.

વિઠોદર-આગડોલ જુથ યોજનામાં ડીસાના ર૬ ગામો મળી સમગ્રતયા કુલ-૧૧૯ ગામ અને ૧ શહેરને સીપુ જુથ યોજના હેઠળ પાંથાવાડા ખાતેના હયાત ર૪ એમ.એલ.ડી. ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે મુળ યોજના અંતર્ગત પીવાનું પાણી પુરું પાડવાની યોજના છે.

ફેઝ-૧, ફેઝ-ર અને ફેઝ-૩ હેઠળના કામો ઉપરાંત ૧૧૯ ગામો અને ૧ શહેરના કનેક્ટિવિટી નેટવર્કના કામોનો સમાવેશ કરતી યોજનાને રૂ.ર૪૧.૩પ કરોડની યોજના માટે મંજુરી મળી છે તેનો લાભ આ ૧૧૯ ગામો-શહેરની કુલ-પ,૯૯,પર૧ વસતિને મળવાનો છે. ફેઝ-૧, ફેઝ-ર અને ફેઝ-૩ હેઠળના કામો ૩૧મી, ઓગસ્ટ- ર૦રર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.