Western Times News

Gujarati News

પાલનપુર લક્ષ્મીપુરા ફાટક હવે કાયમ માટે બંધ, ૯ હજારથી વધુ વાહનોને અસર

પાલનપુર, પાલનપુરની લક્ષ્મીપુરા ગામમાં આવેલી અંબિકાનગરને જાેડતી ફાટક બંધ હવે કાયમ માટે બંધ કરવામાં આવતા ગામમાં અવરજવર કરતા ૯ હજારથી વધુ વાહનોને અસર થઈ છે. આ અંગે જાણવા મળ્યા મુજબ તેની અસર રામલીલા મેદાનના રેલવે ઓવરબ્રિજ પર પડશે અને ટ્રાફિકની સ્થિતિ બદતર બની જશે.

ડી.એફ.સી.સી.આઈ.એલ. અમદાવાદ (રેલ્વે મંત્રાલય, ભારત સરકાર)ના સુત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર રેલ્વે મંત્રાલયના ઉપક્રમ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર દવારા ન્યુ પાલનપુરથી ન્યુ મહેસાણા રેલ્વેના ડબલ પાટાનું કામ પૂર્ણ થયું છે.

જીલ્લા કલેકટરના એનઓસી મુજબ તથા હવે રેલ્વેના ડબલ પાટા ઉપરકાયમી ધોરણે ટ્રેનની અવર જવર શરૂ થઈ છે જેથી લક્ષ્મીપુરા ફાટક ૧૭મે મંગળવારથી વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે.

આ રૂટ કાયમી ડાયવર્ઝન હવે નવા એસબીપુરા ગોબરી તળાવ નવા ઓવરબ્રિજ, માનસરોવર ઓવરબ્રિજ અને રામલીલા મેદાન ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. રેલવે વિભાગની આ પ્રકારની આકસ્મિક જાહેરાતથી લક્ષ્મીપુરા ગામના રહીશો ચોંકી ઉઠયા છે.

રહીશોએ જણાવ્યું હતું કે પાછલા ત્રણ વર્ષથી અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાના ચકકરમાં કઈ પણ કામ થઈ શકયું નથી. કેટલાક મકાનોને નુકસાન થાય છે જેને લઈ વાદ વિવાદ સર્જાતા સમયસર બ્રિજના કામ થયા નહી બે વર્ષ પહેલા ગોબરી તળાવ પર બ્રિજ બનીને પુરો થઈ ગયો પરંતુ લક્ષ્મીપુરામાં હજુ કોઈપણ પ્રકારની મંજુરી પણ આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.