Western Times News

Gujarati News

કાનપુરામાં પીવા અને સિંચાઈના પાણીની ગંભીર તંગી

પ્રતિકાત્મક

પાલનપુર, પાલનપુરથી પ૦ કિલોમીટરના અંતરે આવેલા અમીરગઢના કાનપુરા ગામની બે વર્ષથી હાલત કફોડી બની છે. દુર દુર સુધી લહેરાતા ખેતરો દેખાતા નથી સીમાડો પુરો થાય છે ત્યાં જ ચારેય બાજુ પર્વતીય હારમાળા આવેલી છે.

કાનપુર પાટિયાથી દોઢ કિ.મી. આગળ જતા જમણી બાજુ રહેતા ખેડૂતે બારેમાસ ખેતી કરી શકે તે માટે ટયુબવેલ બનાવવાનું વિચાર્યુ અને પોતાના ખેતરમાં બે મહિનામાં ત્રણ બોર બનાવાડાવ્યા પરંતુ એકેયમાં પણ પાણી નીકળ્યું નહી.

આવી જ કફોડી હાલત અન્ય બે ખેડૂતોની પણ છે. બે મહિનામાં ૧૦ ટયુબવેલ થયા પરંતુ તમામ નિષ્ફળ ગયા. ગુરુવારે ખેડૂતના ખેતરમાં પ૦ ફૂટ નીચે પથ્થર આવી જતા પથ્થર ચીરીને પેટાળનું પાણી ઉલેચી શકાય તે માટે હેવી મશીનરી ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી અને ૧પ૦ ફૂટ ઉડે સુધી ગઈ.

કલાકો સુધી હવામાં પથ્થરોની ડસ્ટ ઉડતી રહી અને આખરે થાકી હારીને ખેડૂતોએ હથિયાર હેઠા મૂક્યા. હેવી મશીન લઈને ડ્રીલિંગ કરવા આવેલા કરવી હોય એ જણાવ્યું કે અમે પણ આ સ્થિતિમાં લાચારી અનુભવી રહ્યા છીએ.

ખેડૂત પૈસા ખર્ચી રહ્યા છે અને સામે પરિણામ મળી નથી રહ્યું. આજુબાજુ બધે પાણી મળી રહ્યા છે પરંતુ કાનપુરમાં નીચે પથ્થર આવી જાય છે અનેક ખેડૂતોએ પથ્થર નીચે પણ પાણી મળ્યું છે પરંતુ કોણ જાણે કેમ કાનપુરા ખેડૂતોને હજુ સફળતા મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.