Western Times News

Gujarati News

નોબાર ગામે સોળ લાખ ઉપરાંતના વિકાસ કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ

(પ્રતિનિધિ) ભરૂચ, નોબાર ગામના ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સૌથી મોટી ગ્રાન્ટ જિલ્લા પંચાયત દ્વારા ફાળવાતા વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ જિલ્લા પંચાયત સદસ્ય સંજયસિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો મળે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

જે અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ સિંધાના પ્રયત્નોથી પોતાના મતવિસ્તારના નોબાર ગામ ખાતે ગામમાં વિવિધ વિકાસ કામો જેમ કે છ લાખના બ્લોક દોઢ લાખનો ગેટ આઠ લાખની સંરક્ષણ દિવાલ એક લાખ એલઈડી સંજયભાઈ સિંધાના હસ્તે કુલ સોળ લાખ ઉપરાંતના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ગામ અગ્રણીઓ કિરણભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના માધ્યમથી સૌથી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી તે બદલ ગુજરાત સરકાર તથા જિલ્લા પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો.નોબાર ગામે વિવિધ વિકાસ કામોને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.