Western Times News

Gujarati News

૨૦૦૦ શિક્ષકે ૩ મહિનામાં માત્ર દોઢ જ મહિનો કામ કર્યુ

અમદાવાદ, પાટનગર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકોની ભારે અનિયમિતતા સામે આવી છે. કેન્દ્રમાં લેવામાં આવતી હાજરીમાં સામે આવ્યું છે કે શિક્ષકોની ગેરહાજરી કેટલી વધારે છે. ફેબ્રુઆરી, ૨૦૨૨થી રાજ્યમાં પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયા પછી પાછલા ૩ મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી નોંધાઈ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હવે તમામ જિલ્લાઓમાંથી આ પ્રકારની અનિયમિતતા દર્શાવતા શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ૨૦૦૦ જેટલા શિક્ષકોએ ૩ મહિનામાં દોઢ મહિના જેટલો જ સમય ફરજ પર હાજરી આપી છે. બાકીનો દોઢ મહિનો તેઓ ગેરહાજર રહ્યા હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે.

આ પ્રકારે લાલિયાવાડી કરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાઓમાથી ૧૦ જ દિવસમાં આ પ્રકારના શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે, ત્યારપછી વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે, જેમાં ભારે અનિયમિતતા જાેવા મળી છે. તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને ગુલ્લી મારનારા શિક્ષકોની માહિતી એકઠી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જે શિક્ષકો સતત ગેરહાજર રહેતા હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષકોએ ત્રણ મહિનામાં માત્ર ૫૦ ટકા જેટલા દિવસોએ જ હાજરી આપી છે તે એક ચિંતાજનક અને ચોંકાવનારી બાબત છે. આટલુ જ નહીં, ૨૦૦ જેટલા શિક્ષકો એવા પણ છે જેમણે ફરજના ૭૧ દિવસ પૈકી માત્ર ૩-૪ દિવસ જ કામ કર્યું છે. આટલુ જ નહીં, એક પણ દિવસ હાજર ન રહ્યા હોય તેવા શિક્ષકોની માહિતી પણ સમે આવી છે.

નિયામક કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ કુલ ૩ મહિનામાં ૮૦ ટકા કરતા વધુ ગેરહાજર રહેનારા બાળકોની, ૫૦ ટકા કરતા વધારે ગેરહજાર શિક્ષકો, ૧૫ દિવસથી વધારે ઓન ડ્યુટી શાળાથી બહાર રહેલા શિક્ષકો અને ૧૫ દિવસથી વધારે ટ્રેનિંગ માટે શાળાથી બહાર રહેલા શિક્ષકોની માહિતી માંગવામાં આવી છે. આ પ્રકારની અનિયમિતતાઓને કારણે બાળકના અભ્યાસ પર માઠી અસર પડે છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.