Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચૂંટણી હાર્યા

સિડની, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં જીત મેળવનાર લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ હવે ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બનશે. ચૂંટણી પરિણામ બાદ મોરિસને કહ્યુ કે, તે લિબરલ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામુ આપી દેશે. તેમણે કહ્યું કે, તે ચૂંટણીમાં પોતાની પાર્ટીની હારની જવાબદારી સ્વીકારે છે.

સ્કોટ મોરિસને કહ્યુ કે, હું નેતાના રૂપમાં હારની જવાબદારી સ્વીકારૂ છું. આ નેતૃત્વની જવાબદારી છે. તેમણે કહ્યું કે હું પાર્ટીની આગામી બેઠકમાં રાજીનામુ આપી દેવાનો છું. તેમણે કહ્યું કે, મને લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી, દેશના લોકોનું સમર્થન મળ્યું, તે માટે બધાનો આભાર.

મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં લોઅર ચેમ્બર એટલે કે નિચલા ગૃહની ૧૫૧ સીટો માટે મતદાન થયું હતું. તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. સરકાર બનાવવા માટે ૭૬ સીટોની જરૂર હોય છે.

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની પાર્ટીની હાર થઈ છે. હવે લગભગ એક દાયકા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બનીઝ દેશના નવા પ્રધાનમંત્રી બનવાના છે. આ ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઓસ્ટ્રેલિયાના મતદાતાઓને આર્થિક સુધાર, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર જેવા મહત્વપૂર્ણ વાયદાઓ કર્યા હતા.

તેમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના કાળમાં થયેલી ગળબડી, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પીએમ સ્કોટ મોરિસન વિરુદ્ધ ગયા છે. અલ્બનીઝ ૨૦૧૯થી ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા છે. હવે તે દેશના ૩૧માં પીએમ બનશે. એન્થની અલ્બનીઝનો જન્મ ૨ માર્ચ ૧૯૬૩ના સિડનીના ડાર્લિંગહર્સ્‌ટમાં થયો હતો.

એન્થનીના પિતાનું નામ કાર્લો અલ્બનીઝ હતુ અને માતાનું નામ મૈરીને એલેરી છે. તેમના માતા આયરિશ મૂલના ઓસ્ટ્રેલિયન હતા, જ્યારે તેમના પિતા ઇટલીના બૈરેટાથી હતા. તેમના માતા-પિતા માર્ચ ૧૯૬૨માં સિડનાથી સાઉથેમ્પ્ટનમાં મળ્યા હતા. તેમના પિતા પહેલાથી પરણેલા હતા, પરંતુ તેમના માતાથી આ વાત છુપાવી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.