Western Times News

Gujarati News

ભાજપે દેશમાં કેરોસીન છાંટી દીધું, સ્થિતિ સારી નથી: રાહુલ

લંડન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાસ ફોર ઈન્ડિયા નામના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કેરોસીન છાંટી દીધું છે અને અત્યારે દેશની સ્થિતિ સારી નથી. આ સિવાય તેમણે ખાનગીકરણનો પણ વિરોધ કર્યો હતો. તેમણે ચીનની સેના દ્વારા કરવામાં આવતા અતિક્રમણ પર પણ કમેન્ટ કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કેરોસીન છાંટી દીધું છે, એક ચિનગારી માત્રથી આગ ભડકી શકે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશની સ્થિતિ સારી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈની વાત સાંભળતા નથી. દેશમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ ચીન મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ચીનની સેના લદ્દાખમાં ઘુસી આવી છે. આટલુ જ નહીં, એસએસી વિવાદની સરખામણી તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધ સાથે પણ કરી છે. રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં Ideas For India પ્રોગ્રામ અંતર્ગત આ જાણકારી આપી હતી.ss2kP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.