Western Times News

Gujarati News

ધડામ-ધડામ કરીને કાજોલ પડી અનેક વાર

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ વર્ષોથી ફિલ્મી પડદા પર એની એક્ટિંગથી લોકોને ખુશ કરી દેતી હોય છે. દમદાર એક્ટિંગથી લોકોને હંમેશા ખુશ કરી દેતી એક્ટ્રેસ કાજોલ આજે લાખો લોકોના દિલમાં રાજ કરે છે. કાજોલ એની આગવી સ્ટાઇલને કારણે જાણીતી છે.

સોશિયલ મિડીયામાં કાજોલ અનેક વાર પોતાના અનુભવ શેર કરતી રહેતી હોય છે. આ વિશે જરા પણ મનમાં ખચવાટ અનુભવતી નથી. જો કે આ વખતે પણ કંઇક એવું જ કર્યુ છે. લાફ્ટર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો શેર કર્યાેછે જે જોયા પછી તમે તમારું હસવાનું નહીં રોકી શો.

એક્ટ્રેસ એક વીડિયો શેર કર્યાે છે જે અનેક વીડિયો ક્લિપ જોડીને બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં કાજોલ એક પછી એક એમ ધડામ કરતી પડતી જોવા મળે. છે. આ ક્લિપમાં ઉભા-ઉભા, ચાલતા-ચાલતા તેમજ સાયરલ ચલાવતા પડતી દેખાય છે. આ પોસ્ટ કરતા કાજોલે કેપ્શનમાં લખ્યુ છે કે, મારી બધી તસવીરો જોયા પછી મને એવું લાગ્યુ કે કેમરાની સામે મારો વ્યવહાર આશ્વર્યજનક રૂપથી સારો છે.

તો આવો અને ચિલ કરો અને વીડિયો બીજી વાર જુઓ, જેને બીજા અનેક લોકોને હસાવ્યા છે.આ વીડિયોની પહેલી ક્લિપમાં એક્ટ્રેસ દુર્ગા પૂજા પંડાલમાં પડતી જોવા મળે છે. બીજી વીડિયો ક્લિપમાં સિક્યુરિટીની વચ્ચે ચાલતા-ચાલતા પડતી જોવા મળે છે.

આ સાથે ત્રીજી વિડીયો ક્લિપમાં દિલવાલેના પ્રમોશનનો છે, જ્યારે એક્ટ્રેસ વરુણ ધવનના ખોળામાં પડી જાય છે. આમ, લાસ્ટ ક્લિપમાં કુછ કુછ હોતા હૈ ફિલ્મની છે, આમાં શાહરુખ ખાનની સાથે સાયકલ ચલાવતી પડતી જોવા મળે છે. આ વીડિયો જોઇને લોકો ખડખડાટ હસી રહ્યા છે.

આમ, તમને જણાવી દઇએ કે છેલ્લે કાજોલ લસ્ટ સ્ટોરીઝ ૨માં દેવયાનીના રૂપમાં જોવા મળી હતી. આ પહેલાં વેબ સિરીઝ ધ ટ્રાયલમાં નોયોનિકા સેન ગુપ્તાના રૂપમાં જોવા મળી હતી. આ રોલને લોકોએ ખૂબ પસંદ કર્યાે હતો. વેબ સિરીઝ ધ ટ્રાયલથી કાજોલે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ હતુ. હવે એક્ટ્રેસ બીજા અનેક પ્રોજેક્ટ્‌સમાં આવવા માટે તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.