ચીન તાઇવાન પર જલ્દી હુમલો કરે તેવા અહેવાલ

નવી દિલ્હી, શું ચીન જલ્દી તાઇવાનમાં પર હુમલો કરવાનું છે? શું તે તાઇવાન પર અમેરિકી પ્રભાવથી એટલા નારાજ છે કે ત્યાં યુક્રેનમાં રશિયાની સૈન્યની જેમ પોતાની સેના ઉતારવા પર વિચાર કરી રહ્યું છે? જાે એક લીક થયેલા ઓડિયો પર વિશ્વાસ કરવામાં આવે તો આ વાચ સાચી સાબિત થઇ શકે છે.
આ ઓડિયો ચીનમાં જન્મેલા એક માનવાધિકાર કાર્યકર્તાએ જાહેર કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઓડિયો ક્લિપમાં ચીનના ટોપ મિલિટ્રી જનરલ તાઇવાનમાં યુદ્ધને લઇને પોતાની રણનિતી બતાવવા જાેવા મળે છે. આ ઓડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાઇવાનમાં ચીની સેનાની ઘુસણખોરી છેલ્લા કેટલાક સમયથી ઘણી વધી ગઇ છે.
રિપોર્ટ પ્રમાણે આ ઓડિયો ક્લિપ ૫૭ મિનિટની છે. જેમાં ચીનના ટોપ વોર જનરલ ચર્ચા કરી રહ્યા છે કે તાઇવાનમાં જંગ કેવી રીતે છેડવામાં આવે અને કઇ રીતે આગળ વધારવામાં આવે. જેમાં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીના જમીની આક્રમણની યોજનાનો ઉલ્લેખ છે.
સાઇબર હુમલા અને અંતરિક્ષમાં રહેલા હથિયારોના ઉપયોગની રણનિતી બનાવવામાં આવી છે. આ સિવાય દુનિયાભરની સરકારો અને સંસ્થાઓમાં ચીને પોતાના નાગરિક ઘુસાડેલા છે તેમને એક્ટિવેટ કરવાની પણ વાત છે. એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે ટિ્વટમાં દાવો કર્યો છે કે પ્રથમ વખત ચીની જનરલોની ટોપ સિક્રેટ મિટિંગની રેકોર્ડિંગ કરીને લીક કરવામાં આવી છે.
આ માટે એક લેફ્ટિનેન્ટ જનરલ અને ત્રણ મેજર જનરલોને સજા-એ-મોત આપવામાં આવી છે. ઘણા અન્ય અધિકારીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ ઓડિયો ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીમાં વિદ્રોહની સૌથી મોટી સાબિતી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક ૧૪ મે ના રોજ થઇ હતી. તેનો ઓડિયો પ્રથમ વખત લ્યૂડ મીડિયાએ લીક કર્યો હતો. લ્યૂડ મીડિયાનું કહેવું છે કે આ ઓડિયો સીપીસીના એક મોટા અધિકારીએ લીક કર્યો હતો. જે તાઇવાનને લઇને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઇરાદાની પોલ ખોલવા માંગતા હતા.
ઓડિયોમાં થઇ રહેલી વાતચીતના આધારે અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ બેઠકમાં રાજનીતિક નેતૃત્વ સિવાય ગ્વાંગડોગના પાર્ટી સેક્રેટરી, ડિપ્ટી સેક્રેટરી, ગર્વનર અને વાઇસ ગર્વનર પણ ઉપસ્થિત હતા.SS1MS