Western Times News

Gujarati News

હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સનો ૫ વિકેટથી વિજય

નવી દિલ્હી, પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. જાે કે, આ ર્નિણય હૈદરાબાદના પક્ષમાં રહ્યો ન હતો. હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવીને ૧૫૭ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધારે ઓપનર અભિષેક શર્માએ ૪૩ રન બનાવ્યા હતા. જ્યારે પંજાબ તરફથી નાથન એલિસ અને હરપ્રીત બ્રારે ૩-૩ વિકેટ ઝડપી હતી.

૧૫૮ રનોનો લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે ૧૫.૧ ઓવરમાં જ ૫ વિકેટ ગુમાવીને ૧૬૦ રન બનાવી હૈદરાબાદ સામે ૫ વિકેટથી શાનદાર જીત મેળવી એક સન્માન સાથે આઈપીએલમાંથી વિદાય લીધી હતી. પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને ૪૯ રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી અણનમ રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યાં બાદ હૈદરાબાદની ખરાબ શરૂઆત થઈ હતી.

ઓપનર પ્રિયમ ગર્ગ ૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ઓપનર અભિષેક શર્માએ ૩૨ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. જ્યારે ત્રિપાઠી ૨૦ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. માર્કરમ ૨૧ રન બનાવી આઉટ થયો હતો. જાે કે, નિકોલસ પૂરન પણ ૫ રન બનાવી કેચઆઉટ થયો હતો.

વોશિંગટન સુંદર ૨૫ રન તો સુચિત ૦ રન બનાવી આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમાર પણ ૧ રન બનાવી રન આઉટ થયો હતો. જ્યારે રોમારિયો શેફર્ડ ૨૬ રન બનાવી અણનમ રહ્યો હતો. હૈદરાબાદના બેટ્‌સમેન સામે પંજાબના બોલર્સ ભારે પડ્યા હતા.

નાથન એલિસ અને હરપ્રીત બ્રારે ૩-૩ વિકેટ ઝડપી હતી. પંજાબના બોલર્સે તરખાટ મચાવ્યા બાદ રનચેઝ માટે ઉતરેલી પંજાબની ટીમને ઓપનર જાેની બેયરસ્ટો અને શિખર ધવને સારી શરૂઆત અપાવી હતી. જાેની ૨૩ રન બનાવી તો ધવન ૩૯ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

જાે કે, બાદમાં શાહરૂખ ખાન ૧૯ રન બનાવી તેમજ કેપ્ટન મયંક અગ્રવાલ ૧ રન બનાવી આઉટ થઈ જતાં પંજાબની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ લિયાય લિવિંગસ્ટોને વિસ્ફોટ ઈનિંગ્સ રમતાં પંજાબની ટીમને શાનદાર જીત અપાવી હતી.

લિયામ લિવિંગસ્ટોને ૨૨ બોલમાં ૨ સિક્સ અને ૫ ચોગ્ગાની મદદથી ૪૯ રન બનાવી અણનમ રહ્યો હતો. જાે કે ૧ રન માટે ફિફ્ટી ચૂક્યો હતો. જ્યારે વિકેટકીપર જિતેશ શર્મા ૧૯ રન બનાવી આઉટ થયો હતો. પ્રેરક માંકડ ૪ રન બનાવી અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી ફઝલહક ફારુકીએ ૨ વિકેટ ઝડપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.