Western Times News

Gujarati News

આઈપીએલ ફાઇનલની ટિકિટો સપ્તાહ પહેલા વેચાઇ ગઇ

નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૨ના ફાઇનલ મુકાબલાની પ્રશંસકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ મુકાબલો ૨૯ મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈ તરફથી દર્શકોની ક્ષમતાને લઇને જે પ્રતિબંધ લગાવ્યા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે. એટલે કે ૧ લાખ પ્રશંસકો સ્ટેડિયમમાં મેચ જાેવા પહોંચશે. આઈપીએલ-૨૦૨૨ની શરૂઆત ૨૬ માર્ચે થઇ હતી.

કોરોનાને જાેતા બીસીસીઆઈએ લીગ રાઉન્ડની ૭૦ મેચો મહારાષ્ટ્રના ૪ સ્થળો પર કરાવવાનો ર્નિણય કર્યો હતો. ટી-૨૦ લીગના નોકઆઉટ મુકાબલા કોલકાતા અને અમદાવાદમાં રમાશે.

ક્વોલિફાયર-૧ અને એલિમિનેટર મુકાબલો ૨૪ અને ૨૫ મે ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર રમાશે. જ્યારે ૨૭ મે ના રોજ ક્વોલિફાયર-૨ અને ફાઇનલ મુકાબલો અમદાવાદમાં રમાશે. ગત દિવસોમાં આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં હજુ થોડા દિવસોની વાર છે પણ ફાઇનલની ટિકિટ વેચાઇ ગઈ છે.

બીસીસીઆઈના ઓફિશિયલ ટિકિટ પાર્ટનર બુકમાય શો પર ફાઇનલ મેચની ટિકિટ બુક કરવા જાવ તો તેના પર સોલ્ડ આઉટ લખેલું જાેવા મળી રહ્યું છે. જાેકે નોકઆઉટની અન્ય મેચોની ટિકિટ હજુ મળી રહી છે.

આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ ૬૫ હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકિટ ૮૦૦ રૂપિયાની છે. કોરોનાના કારણે લોકો સ્ટેડિયમમાં મેચ જાેવા માટે લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે. હવે જ્યારે બધા પ્રતિબંધો હટી ગયા છે ત્યારે ફાઇનલમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહેશે.

બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરાશે. છેલ્લી બે સિઝનમાં કોરોના પ્રોટોકોલના કારણે મેચો પ્રશંસકો વગર કે ઓછા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી હતી. હવે છૂટછાટ આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.