પડતર માંગણીઓને લઇને ટી.ડી.ઓને લેખિત રજૂઆત
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા તાલુકાના વી.સી.ઇ કર્મચારીઓ એ પડતર માંગણીઓને લઇને ધનસુરા ટી.ડી.ઓ ને લેખિત માં રજૂઆત કરી હતી.ધનસુરા તાલુકાના વી.સી.ઇ કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને ૧૧ તારીખ થી હડતાલ પર છે.
ગ્રામ પંચાયત માં ઈ ગ્રામ સેન્ટર મારફતે મહત્વ ની કામગીરી કરતા વી.સી.ઇ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર છે.જેમાં ધનસુરા તાલુકાની ગ્રામ પંચાયતો ના વી.સી.ઇ પણ જાેડાયા છે ત્યારે ધનસુરા વી.સી.ઇ કર્મચારીઓ એ ધનસુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં રજૂઆત કરી હતી.તેઓની પગાર ને લઈ કેટલીક માંગણીઓ છે.
સમાન કામ સમાન વેતન, કમિશન પ્રથા બંધ કરવી , ફિક્સ પગાર જેવી માંગણીઓ છે ત્યારે ધનસુરા તાલુકા પંચાયત ખાતે વી.સી.ઇ મંડળ ના પ્રમુખ,ઉપપ્રમુખ સહિત તાલુકાના વી.સી.ઇ કર્મચારીઓ જાેડાયા હતા.