Western Times News

Gujarati News

‘વોર’ વર્ષની સૌથી વધુ ૨૭૯ કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની

મુંબઈ, દર્શકોના પોઝિટિવ રિસ્પોન્સ બાદ રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. હવે આ ફિલ્મ આ વર્ષે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. ફિલ્મએ અત્યાર સુધી ૨૭૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. બોક્સઓફિસઈન્ડિયાડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, શનિવારે આ ફિલ્મએ કુલ ૪.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

હવે આ ફિલ્મે અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘કબિર સિંહ’ને પણ પાછળ છોડી દીધી છે. રિપોટ્‌ર્સમાં જણાવવામાં આવ્યું કે, આ ત્રીજા વિકેન્ડ પર ફિલ્મ ૧૨ કરોડથી વધુનો બિઝનેસ કરી શકે છે. આ રીતે ફિલ્મની કમાણીનો આંકડો ૩૦૦ કરોડને પાર કરી શકે છે. મહત્વનું છે કે ફિલ્મએ પોતાના ઓપનિંગ ડે પર ૫૧.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ઝડપથી તેણે ૨૦૦ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી લીધો હતો. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વાણી કપૂર અને આશુતોષ રાણા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.