Western Times News

Gujarati News

દિલ્હી: આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસ્યા

નવી દિલ્હી, દિલ્હી અને એનસીઆરમાં મોટા આત્મઘાતી હુમલાની ખતરનાક યોજના સાથે ત્રાસવાદીઓની ટોળકી ઘુસી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓ સેનાના વસ્ત્રો પહેરીના ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ત્રાસવાદીઓની ગતિવિધી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ત્રાસવાદીઓની ગતિવિધી પર નજર રાખવામાં આવ્યા બાદ તેમની વાતચીતને પકડી લેવામાં આવી છે.

જેના દ્વારા તેમના ખતરનાક ઇરાદા અંગે માહિતી મળી છે. દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નવેસરના ઇનપુટ એવી કારને લઇને છે જે કારને લઇને આ ત્રાસવાદીઓ ઉત્તરપ્રદેશ થઇને દિલ્હી પહોંચી ચુક્યા છે. સફેદ કારમાં પાંચ ત્રાસવાદીઓ આર્મી યુનિફોર્મમાં નજરે પડ્યા હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓની યોજના ડિફેન્સ બેઝની સાથે સાથે વીઆઇપી મુવમેન્ટ પર હોવાની જાણવા મળ્યુ છે. આ અહેવાલ આવ્યા બાદ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તરપ્રદેશ પોલીસ વચ્ચે નાની નાની બાબતોની માહિતીની આપલે કરવામાં આવી રહી છે.કારમા આવેલા આર્મી યુનિફોર્મમાં રહેલા ત્રાસવાદીઓની માહિતી મળી છે. આને લઇને ઉત્તરપ્રદેશ અને દિલ્હી પોલીસ છેલ્લા કેટલાક દિવસથી તમામ સાવચેતી રાખી રહી છે. ૧૮મી ઓક્ટોબરના દિવસે ત્રાસવાદીઓને લઇને ઇનપુટ મળ્યા હતા. સફેદ કલરની કાર છે. જેમાં ગાઝિયાબાદના નંબરો છે. તમામ ત્રાસવાદીઓ આર્મી ઓફિસરોના યુનિફોર્મમાં છે. આના કારણે વીઆઇપી ડ્યુટી આપી રહેલા સુરક્ષા દળોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યુ છે. લોકલ પોલીસ અધિકારીઓને પણ આને લઇને સુચના આપવામા આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચારથી પાંચ ત્રાસવાદીઓને પહેલા ગોરખપુરમાં જાવામાં આવ્યા હતા. નેપાળ સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે. ઇનપુટ એવા છે કે તમામ ત્રાસવાદી ૧૭મી ઓક્ટોબરના દિવસે દિલ્હીમાં ઘુસી ગયા હતા. કેટલાક પોલીસ સ્ટેશનોના મેઇન ગેટ પરમાનેન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ગેટની અંદર માત્ર સરકારી ગાડી જ પ્રવેશ કરી શકશે.દિલ્હીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

તમામ લોકોની સારી રીતે પુછપરછ કરવામાં આવ્યા બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવનાર છે. વડાપ્રધાન કચેરી, રાષ્ટ્રપતિ ભવન, સંસદ તેમંજ અન્ય ઓપિસોને ખુબ જ સંવેદનશીલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. વિમાની મથક, રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળો તેમજ ફિલ્મી સિનેમાં ખાતે સુરક્ષા મજબુત કરવામાં આવી છ છે. દિલ્હીને હમેંશા સંવેદનશીલ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. વિતેલા વર્ષોેમાં દિલ્હી અને મુંબઇમાં અનેક વખત ત્રાસવાદીઓ મોટા હુમલાને અંજામ આપી ચુક્યા છે. આ ઉપરાંત તેમના હિટલિસ્ટમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારો પણ વિતેલા વર્ષોમાં રહ્યા છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓની યોજનાઓને નિષ્ફળ કરવાની કાંમગીરી ચોક્કસપણે પડકારરૂપ છે. કારણ કે ત્રાસવાદીઓ હમેંશા વેશ બદલીને આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.